________________
wwwwwwwwwwwwww
( ૨૦ )
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, ણાદિ જાતિ) શુભ કર્મથીજ વખાણવા યોગ્ય છે અન્યથા અવર્ણનીય છે. બ્રાહ્મણદિ વણેની જાતિ એ કઈ કારણ નથી. વળી જે પરબ્રહ્મ રૂપ પુરૂષ, કર્મ પ્રકૃતિને વિષે નિરંતર લીન તે સંકચુકીની માફક જાતિએ કરીને ક્યારે પણ પરાવર્તન નથી પામતો? અર્થાત્ ન ફરી શકે? નારકીઓમાં, ભુવનપતિઓમાં, ર્ધિયમાં કે મનુ રોમાં કોઈ સ્થાનકે આત્માનું અપમાન કરવું નહીં કારણ કે તે કોઈ સ્થળે વખતે દેવતારૂપે હેય છે. આજ કારણથી ત્રિકાળજ્ઞાની વિદ્રો કહે છે કે પ્રાણુને વિનાશ કરવાથી પાપ અને પ્રાણીનું રક્ષણ કરવાથી પુણ્ય થાય છે. અમારા જેવા અજ્ઞાનરૂપ અંધકારમાં બુડી ગએલા પુરૂષને તુંજ ગુરૂ છે. વળી હારા આ તેજ વડે કરીને અમને જ્ઞાન પ્રગટ થયું છે. તે વિભે ! રાજારહિત દેશમાં અગ્નિ બલીદાન ગ્રહણ કરતાજ નથી, વાયુઓ વાતા નથી, વળી જ્યાં સમય ભુપતિ, મનુષ્માને રક્ષણ કરનાર નથી ત્યાં ધન નાશ પામે છે. દેહ સુખ હેતું નથી તે પછી સ્ત્રીઓ સારા આચાર વાળી તે કયાંથી જ હેય? તમે મનુષ્યને શીતલ કરવામાં ચંદ્રરૂપ અને પંકને ધોઈ નાખવામાં જળના પુર સમાન છે. વળી દુભિક્ષને વિનાશ કરવામાં અથવા પાપની શુદ્ધિ કરવામાં એક ભૂપતિજ કારણ છે. માટે હે ભૂપાળ! તમારા અપમાનથી ઉત્પન્ન થએલા અમારા પાપને આપ ઝટ છે નાખો કારણુ લેકેના પાપને ધઈ નાખવામાં ભૂપતિને તીર્થરૂપ કહેલ છે,” આ પ્રમાણે બ્રહ્મજ્ઞ એવા વિપ્રોએ રાજાને વિનંતિ કરી એટલે ક્રોધરહિત થએલા ભૂપાળે મેઘના સરખી ગંભીર અને મધુર વાણીથી કહ્યું “અહિંયાં તમે જે કહ્યું તેને જેટલા બ્રાહ્મણે સંમતિ ધરાવતા હોય તેટલાઓનું માન છે અને બાકીના હારે વધ કરવા ગ્ય છે” સર્વે બ્રાહ્મણોએ એકજ સંમતિને ઘષ કર્યો એટલે ફરી કરઠંડુ નૃપતિએ, પોતાના મુખ કમલમાં વિકાસ કરવા રૂપ શ્રેષ્ઠ લાભવાળી વાણી કહી. “જે એમ છે તે આ ચાંડાળાને દિવ્ય સંસ્કારો થી બ્રાહ્મણ કરે. કારણ કે સંસ્કાર કરીને તે અદ્વિજને પણ દ્વિજ કરી શકાય છે,” પછી હર્ષ પામેલા બ્રાહ્મણે લેકવ્યવહારનું બળવત્તરપણું નિવેદન કરતા છતાં કહેવા લાગ્યા. “હે દેવ! આપે કહ્યું તે સત્ય છે, સંસ્કારથીજ બ્રાહ્મણપણું પ્રાપ્ત થાય છે. કારણ સંસ્કારરહિત બ્રાહ્મણ જાતિ બ્રાહ્મણપણું પામતી નથી. જુઓ બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં એક વર્ષ સુધી બ્રાહ્મણ કહેવાતું નથી. પરંતુ સંસ્કાર પ્રાપ્ત થયા પછી તે બ્રાહ્મણ કહેવાય છે.”
પછી ચિત્તમાં વિચાર કરીને હર્ષ પામેલા રાજાએ બ્રાહ્મણને કહ્યું. બ્રિજે ! ત્યારે તે વાટધાનક નિવાસી ચાંડાળે બ્રાહ્મણ થાઓ.” રાજાએ આમ કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે અને ભૂપતિ ! જય જય અને બહુ જ ” એવી આકાશવાણી થઈ પછી ઉત્તમ બ્રાહ્મણે કરેલા સંસ્કારવડે તે સર્વે ચાંડાળ બ્રાહ્મણપણું પામ્યા જેથી દેવ અને મનુષ્યોએ તેની બહુ પૂજા કરી. જેને માટે કહ્યું છે કે –“દધિવાહન રાજાના પુત્ર કરકંડુ રાજાએ, વાટધાનકના નિવાસી એવા