________________
પ્રત્યેકબુદ્ધ શ્રી કરદ મુનિનું ચરિત્ર. (૧૯) સાધુએ ઉત્તમ લક્ષણવાળા વાંસને જોઈ પિતાની સાથેના બીજા ન્હાના સાધુ પ્રત્યે કહ્યું કે “જે પુરૂષ આ વંશને મૂળમાંથી ચાર આંગુલ લઈ પિતાની પાસે રાખશે તે અવશ્ય રાજ્ય પામશે.” મુનિનુ આવું વચન ત્યાં કેઈ ઉભેલા બ્રાહ્મણે અને તે ચંડાળપુત્ર કરકંડુએ સાંભળ્યું. પછી તે બ્રાહ્મણે ગુપ્ત રીતે મૂળમાંથી ખાદી જેટલામાં તે વંશને ચાર આંગુલ કાપો તેટલામાં કરકંડુએ તેને તુરત છીનવી લીધો. બહુ કલેશ કરતે એ બ્રાહ્મણ કરકંડને રાજ્યસભામાં લઈ ગયો. ત્યાં કરકડુએ કહ્યું કે “મ્હારી વાડીમાં ઉત્પન્ન થયેલે એ વંશ હું તેને નહીં આપું.” અધિકારીઓએ “હારે એ વંશનું શું કામ છે. અર્થાત્ એ વંશ હારું શું કામ કરશે. ?” એમ પૂછયું એટલે તે બાળકે કહ્યું કે “એ અમને મોટું રાજ્ય આપશે.” અધિકારીઓએ હાસ્યપૂર્વક કહ્યું કે “જ્યારે તને રાજ્ય મળે ત્યારે તું હર્ષથી એ બ્રાહ્મણને એક ગામ આપજે. કુમાર તે વાત અંગીકાર કરી પિતાના વાંસને કકડો લઈને ઝટ ઘેર આવ્યું. બ્રાક્ષણ પણે બીજાઓની સાથે મળી કરકંડુને મારી નાખવાને વિચાર કરવા લાગ્યો. અહા ! લાભથી વ્યાપ્ત થએલે મૂઢમતિ જીવ કયું અકૃત્ય નથી કરતા? જે બ્રાહ્મણ પણ રાજ્યને અર્થે તે કરકડુ બાળકને મારી નાખવાની ઈચ્છા કરવા લાગ્યા. ચતુર એવો કરકંડુને પિતા જનંગમ બ્રાહ્મણના અભિપ્રાયને સમજી ગયે, તેથી તે પિતાની સ્ત્રી અને પુત્રને સાથે લઈ તુરત બીજા દેશ પ્રત્યે નાસી ગયે. અનુક્રમે કુટુંબ સહિત પૃથ્વીનું ઉલ્લંઘન કરતો એવો તે જનંગમ, શુભ શ્રેણિ અને લક્ષમીના ધામરૂપ કાંચનપુર પ્રત્યે આ. - હવે એમ બન્યું કે તે વખતે તે કાંચનપુરનો રાજા અપુત્રિ મરણ પામ્ય તેથી પ્રધાનેએ તૈયાર કરેલે એક અશ્વ નગરમાં ફેરવવા માંડે હતે. અશ્વ, કરકંડુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉમે રહ્યો. પછી મનુષ્યએ કરકંડુને રાજ્ય ચિન્હવાળે જાણી તે વખતે ય જય શબ્દ કરવા લાગ્યા. કરકંડુ પણ પોતાનું અનાહત એવું નાંદી નામે વાજીંત્ર વગાડવા લાગ્યો. પછી મહા પ્રધાનોએ આણેલાં વસ્ત્રોને ધારણું કરી જાણે પ્રથમથી જ શીખેલે હાયની? એમ કરવુ તે અશ્વ રત્ન ઉપર બેઠે. જેટલામાં ઉદાર એવા નાગરીક લોકોની સાથે તે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ કરવા લાગે. તેટલામાં બ્રાહ્મણોએ “આ ચાંડાળ છે” એમ કહીને અટકાવ્યું. વિપ્રેએ રોકી રાખેલા કુમારે ક્રોધથી જેટલામાં પિતાનું વાંસના કકડારૂપ દંડરત્ન હાથમાં લીધું તેટલામાં તે વિજળીની પેઠે અત્યંત દેદીપ્યમાન બની ગયો. આ વખતે ભાગ્યાધિષ્ઠાયક દેવતાએ પુષ્પવૃષ્ટિ પૂર્વક એવી ઉદ્ઘોષણા કરી કે “જે આ કુમારની અવગણના કરશે તેના મસ્તક ઉપર આ દંડપ્રહાર થશે.” અત્યંત ભય પામેલા બ્રાહ્મણે હાથ જેઢીને કહેવા લાગ્યા કે નિશ્ચય વર્ણાશ્રમને પોત પોતાના નિયમમાં રાખનારા ગુરૂ અને રાજા તમેજ છે, તમે શંકર, ઇંદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા છે. વળી સાક્ષાત પવિત્ર એવું ક્ષત્રિય તેજ પણ તમારે વિષે ઉદ્યોત પામે છે. વર્ણ (બ્રાહ્ય