________________ 54 ઉપરવાળાની ઈચ્છા નહોતી એટલે ઊપડી ગઈ! ઘરડાં કહે : ઉપરવાળે બહેરે છે! સાંભળતું નથી, અમને ઉપાડી લેતે નથી. છોકરો સાંભળતું નથી, વહ પાણીને પ્યાલય આપતી નથી, વાર્ધકના ઉંબરે પણ આ જવાબ ! ઘડપણમાં પણ સુખ હોય તે જીવવું ગમે છે ! ઘડપણમાં દુઃખ આવે એટલે મરવું ગમે છે! ઉપરવાળે કેમ લઈ જતે નથી? એમ કહે છે. પણ ઉપરવાળે હોય તે ને લઈ જાય ! જેવાં કર્મ કર્યા હોય તેવાં ફળ ભેગવવાં જ પડે. એકને ત્યાં લાખ હેાય અને બીજાને ત્યાં દાંતે ઘસવા રાખ પણ ન હોય! પુનાને એક પ્રસંગ છે. એક ગરીબ ચીથરેહાલ કંઈક માગતે હતે. મેં કહ્યુંઃ અમે સાધુ, અમારી પાસે શું હૈય! પેલો કહે, મહારાજ! કંઈક તે આપે ! એટલામાં એક ભાઈ આવ્યા, કહે : સાહેબ ! આને ઓળખે છે? હાઈકોર્ટના જજને આ ભાઈ છે! વિચાર કરે. આમ કેમ? આમાં દેષ કોને આપશે? ઉકેલ શોધવાને છે; ઉકેલ ન શોધાય તે, બધું ય ધર્મઆરાધન લક્ષવિહોણું બની જાય. શું ઉપરવાળો તમારા સુખદુખનું કારણ છે? એક જડ મેલીંગ મશીન છે. એમાં ય ભરાવી પાવડર નાખે અને દબાવે તે એક સરખાં પ્યાલા, બટન, થાળો બહાર નીકળે છે ને?