________________ 376 બાંધશે, મારશે વગેરે ઘણું પાપ કરશે તેને ત્રાસદાયક ઉપદ્રવ ચારે તરફ વધી જશે. એક વખત છઠને પારણે છઠ તપ કરતા તપસ્વી સુમંગલમુનિ નગર બહાર ઉદ્યાનમાં કાર્યો ત્સર્ગ વગેરે કરતા હશે ત્યારે તે દેવસેન રાજા રથમાં બેસીને આવશે અને મુનિને રથને ધકકો મારી નીચે પાડશે. તે પણ શાન્ત મુનિ ફરી આતાપના લેવા કાઉસ્સગમાં ઊભા રહેશે....અને તે રાજાં ફરી પાડશે. મુનિ ફરી ઊભા રહેશે અને અવધિજ્ઞાનથી જોઈ તેને તેને પૂર્વભવ ગશાલકને યાદ કરાવશે. અને કહેશે કે-હે રાજા! તું જ મંખલીપુત્ર શાલક છે. તે પ્રભુને હેરાન કરવા વગેરે ઘણાં પાપ કર્યા છે. હવે તે શાંત થા.” પરંતુ રાજા દેવસેન નથી માનતે એટલે મુનિ સુમંગળ રાજાને રથે સાથે તેજલેશ્યા નાંખી બાળી નાંખશે. ' ગૌતમસ્વામીએ પૂછયું-“હે પ્રભુ! તે રાજા દેવસન મરીને ક્યાં જશે? અને મોક્ષે જશે ખરો કે નહીં?” પ્રભુ મહાવીર-“હે ગૌતમ! તે દેવસેન મરીને સાતમી નરકે જશે. ત્યાંથી પાછો મરી માછલી થઈ ફરી સાતમી નરકમાં, ત્યાંથી નીકળી તિર્યંચગતિના ભ કરી ફરી નરકમાં જશે. દરેક નરકમાં બે બે ભ કરશે. ત્યાર પછી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે તિર્યંચગતિમાં ખૂબ રખડી, દેવગતિ-મનુષ્યગતિમાં ભ કરી અંતે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈ દઢપ્રતિજ્ઞ મુનિ તરીકે ઘાતિક ખપાવી કેવલજ્ઞાન પામી મેક્ષે જશે.” આ વાત પરમાત્મા મહાવીરે ગૌતમને કહી છે તે અધિકાર શ્રી ભગવતી સૂત્રમાં પંદરમા શતકમાં વર્ણવવામાં આવ્યા છે. સુd Tvr, સુવં વત' કર્મશાસ્ત્રને આ મંત્ર શાશ્વત મંત્ર છે. સુખ અને દુઃખ