________________ 330 અગુરુલઘુ-ગુણ : અનંતજ્ઞાનાદિ ગુણુવાળા એવા આત્માને “અગુરુલઘુપણું” પણ એક ગુણ છે. ગુરુ એટલે=ભારે, મેટો. અને લઘુ એટલે હલકે, નાને. આ હલકા-ભારેપણું અને નાના-મોટાપણું એ તે જપુદગલ પદાર્થમાં જોવામાં આવે છે. કેઈ પણ પૌગલિક પદાર્થને વજનમાં માપીએ તે તે હલકે છે. અથવા ભારે પણ છે. ઓછા વજનવાળી વસ્તુ કાગળ વગેરેને હલકી કહીએ છીએ. અને સોના-હીરા વગેરે વધારે વજનવાળી વસ્તુને ભારે કહીએ છીએ. તે જ પ્રમાણે વસ્તુ નાની ભેટી પણ હેર છે. આકાર અને પ્રમાણમાં નાના-મોટાપણું હોય છે. આ કાગળ ના છે અને કાગળ મટે છે, આ કપડું નાનું છે અને આ કપડું મોટું છે, એવે વ્યવહાર થાય છે. પરંતુ આત્મા માટે એ વ્યવહાર થતો નથી. આત્મા હલકે અને ભારે પણ નથી, અને આત્મા ના કે માટે પણ નથી. એટલા માટે અગુરુલઘુ ન તે ભારે કે ન તે હલકે, અને ન તે માટે કે ન તે નાને. માટે-અગુરુલઘુ કહ્યો. પરંતુ અગુરુલઘુ સ્વભાવી એવા આત્માને પણ આ સંસારના વ્યવહારમાં આવવું પડ્યું. કારણ કે દેહ ધારણ કર્યા વિના તે કોઈ જીવ સંસારમાં રહી શકતો જ નથી. દેહ વિનાને આત્મા તે શુદ્ધ-બુદ્ધ-મુક્ત કહેવાય છે. ત્યાં અગુરુલઘુ આદિ સર્વગુણ પ્રગટપણે રહે છે. ત્યારે સંસારમાં એ જ ગુણ આચ્છન્નપણે રહે છે, કર્મથી આવરાયેલા રહે છે. અને કર્મને કારણે જીવને સંસારમાં ભટકવું પડે છે રખડવું પડે છે. સંસારના ચક્રમાં અને સંસાર અને જન્મ–જરા-મરણ બધું જ આવ્યું. કર્યું? ક્યાં જન્મે? ક્યા દેશમાં? કયા કુલમાં? કઈ જાતિમાં?