________________ 228 'આરાધના બનાવી દેવાની છે. અને આ આરાધનામાં આરાધ્ય તરીકે વીતરાગીને જ રાખવાના છે. રાગ કરે તે પણ વિતરાગીથી વિરાગીથી, વેરાગીથી જ, રાગી સાથે રાગ ન કરાય. રાગી તે સંસારી છે, રાગી સાથે રાગ કરતાં તે સંસાર જ વધવાને. પરંતુ જે સંસારના રાગથી વિમુખ છે એવા વિરાગી સંસારથી વિરકત એવા વૈરાગી અને સંસારભાવ-રાગ-દ્વેષને તજેલા એવા વીતરાગી. એટલા માટે જ વિરાગી, વૈરાગી અને વીતરાગી સાથે જ રાગ કરે, એમના પ્રત્યે જ રાંગ રાખવે. રાગી એવા આપણે જે વીતરાગી પ્રત્યે રાગ રાખશું તે જ આપણે પણ રાગ ઓછો થશે. પ્રથમ તબકકે તે વીતરાગીના રાગનું જ આલંબન લેવું પડશે. તે જ વીતરાગી બની શકાશે. વીતરાગી તારશે, રાગી ડુબાડશે. જેવા બનવું છે, એવા બનેલાને જ રાગ રાખે, એવાની જ સાધના કરવી. બસ, એજ આરાધ્ય, એજ સાધ્ય, એજ લક્ષ. સૌજન્ય શાહ અમૃતલાલ ચુનીલાલ માલણવાલા નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. *