________________ 380 * જૈન શાસનની આવી સર્વ હિતકર, સર્વ કલ્યાણકર પ્રાર્થના નિત્ય કરવી જોઈએ. જે સ્ત્ર અને પર સર્વના કલ્યાણ માટે નીવડે. “સ્વ-કલ્યાણની પ્રાર્થના એ સ્વાર્થભરી છે. જ્યારે સર્વ કલ્યાણની પ્રાર્થના એ પરમાર્થવૃત્તિથી ભરેલી છે. સતત વર્ષોથી માથું દુખતાં મુનિ મહારાજે રસ્તે શે કે જેમને જેમને માથું દુખતું હશે તે સર્વે મુનિઓનું માથું દબાવવા વગેરે સેવા ભક્તિ વૈયાવચ્ચ કર્યા પછી સૂવું અને તેમને ખૂબ આનન્દ આવ્યું. બીજાની તે શિરઃશૂળ વેદના મટી ખરી પરન્તુ સાથે સાથે વૈયાવચ્ચ સેવા-ભક્તિ કરનારા મુનિને પણ વને રેગ ગયે. આમાં કંઈ આશ્ચર્ય નથી, આ કોઈ જાદુ કે ચમત્કાર નથી; વૈયાવચ્ચ સેવા એ આત્યંતર તપનો ભેદ છે, જેના વડે અદ્દભુત નિજર થાય અને તે અશાતવેદનીય કર્મ ખપી પણ ગયું હાય....જેથી વેદના ચાલી જાય. દુખ આપ્યું હોય તો દુઃખી થવાયસુખ આપ્યું હોય તે સુખી થવાય અબ્રાહમ લિંકન જ્યારે બહાર નીકળે ત્યારે એક સજજને પૂછ્યું, ‘તમે હંમેશાં કેમ હસતા મેઢે આનંદમાં હે છે?” લિંકન, “ભાઈ! મેં કેઈને પણ માર્યા નથી, રડાવ્યા નથી, દુઃખી કર્યા નથી તે પછી મારે રડવાના કે દુઃખી થવાના દિવસે આવે જ શા માટે? મને તે પૂરેપૂરી શ્રદ્ધા છે આ સિદ્ધાંતમાં.” બસ, આટલું તે ઘણું થયું. આટલી શ્રદ્ધા પણ ખૂબ છે. ગેસ્વામી તુલસીદાસ પણ કર્મસિદ્ધાંતના માર્ગની આવી જ શિખામણ આપતાં કહે છે -