________________ નથી તેનું નામ મિક્ષ, સિદ્ધાવસ્થા. અશરીરી બનવું એટલે જ જન્મ-મરણરૂપ સંસારરહિત બનવું-એનું જ નામ મોક્ષ. “fસદ્ધા તથિ દેવો”..આ શબ્દ શાસ્ત્રકાર ભગવંતોએ વાપર્યા છે. એટલે સિદ્ધોને દેહ નથી હોતે. અને જેને દેહ હોય છે તે સિદ્ધ નથી હત-સંસારી જ હોય છે. આપણે સર્વે દેહધારી જ છીએ. આત્મા દેહ વિના સંસારમાં નથી રહેતું. દેહ વિના ભટકે જન્મ-મરે શી રીતે ? સંસારમાં જન્મ-મરણની ઘટમાળ તે પ્રત્યક્ષ જ છે, રજ જોઈએ છીએ. બાળક જનમ્ય અને વૃદ્ધ મૃત્યુ પામ્યા. બસ, તે જન્મને અર્થ જ છે-શરીર નવું ધારણ કરવું, અને મૃત્યુને અર્થ જ છે કે શરીર છોડીને ચાલ્યા જવું. નિવણ અનાદિ-અનન્તકાળથી આ સંસારમાં આપણે જનમતા રહ્યા અને. મરતા રહ્યા. “જ્ઞાતસ્ય જુવો મૃત્યુ:” જન્મેલાને મરવાનું નિશ્ચિત જ છે. અનન્તકાળથી મૃત્યુ આવતું ગયું અને આપણે મરતા રહ્યા. હજી સુધી ક્યારેય પણ આભાએ એવી હિમ્મત નથી કરી કે હું હવે મૃત્યુને મારીને મરું? જે મૃત્યુને જ મારી નાખીએ, મૃત્યુને જ અન્ત લાવીએ તે પછી આપણને વારેવારે મરવું નહીં પડે. બસ, મૃત્યુને અંત લાવ, સદાયના માટે મૃત્યુને મારી નાખવું કે જેથી ફરી બીજીવાર મૃત્યુ ન આવેએનું જ નામ છે નિવણ. અને જે મૃત્યુનો અંત લાવીને નિર્વાણ પામે છે તે જ મુક્ત થઈ જાય છે, મેલે ચાલ્યા જાય છે. The Life after death and the death after life. જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ. જીવન પછી મૃત્યુ અને મૃત્યુ પછી જીવન”-આ ઘટમાળ તે ચાલ્યા જ કરે છે-બસ, એનું જ નામ છે-“સંસાર.”