________________ મધુલિપ્ત તલવાર જેવું વેદનીયકર્મ– .. महुलित्तखग्गधारा,-लिहणं व दुहा उ धेअणिअं॥ તલવારની ધાર ઉપર મધ લગાડેલું હોય માલિપ્તતલવાર જેવું અને કોઈ તે તલવારને લઈમધ ચાટવા બેસે. ડીવાર સુધી તે મધ હોય ત્યાં સુધી ગળપણને સ્વાદ આવે, ગળ્યું લાગે પરંતુ મધ ચટાઈ ગયા પછી એના આસ્વાદના - વેદનીય કર્મ હોવાથી ધારદાર તલવારની ધાર ઉપર જીભ કપાતાં ભારે વેદના થાય. ચીસ પડી જાય. ઉપમાના આ દષ્ટાન્ત જેવું જ વેદનીયકમ છે, તે બે પ્રકારે છે. 1 મધ ચાટતાં જે ગળપણના સ્વાદ જેવું મીઠું સારું ગળ્યું લાગતું હતું, તે મનગમતું પ્રિય અનુકૂળ હતું તેવું શાતા–વેદનીયકર્મ હોય અને તેથી વિપરીત જે તલવારની ધાર ચાટતા જેમ જીભ કપાઈ ગઈ છે અને તીવ્ર વેદના કે પીડા થાય છે તેવું શાતા=એટલે સુખ. અશાતા=એટલે દુઃખ. સંસારનાં સુખ અને ભેગે ભેગવતા અનુભવતા પ્રથમ સારા મીઠા સુખરૂપ લાગે છે. પરંતુ પાછળથી એ જ ભેગો દુઃખરૂપ લાગે છે. શાતા વેદનીય એ સારી પુણ્ય પ્રકૃતિ છે. જેના કારણે જીવને મનગમતું સારું સુખ મળે છે. અને એનાથી વિપરીત અશાતા