________________ 147 બસ, ગોચરી લઈ જઈ એક બાજુ આહાર કરવા બેસી જાય છે. મનમાં પારાવાર દુઃખ છે. પિતા ઉપર જ ફિટકાર છે. આહારની વૃત્તિ ઉપર ધિક્કાર છે. પશ્ચાતાપની ધારામાં તપસ્વી મહામુનિઓની અનમેદનાના વિચારમાં ચઢ્યા....અધ્યવસાયની પવિત્ર ધારામાં... કર્મોને ભુક્કા બોલાવા માંડ્યા...ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને મુનિઓને યૂકેલે જ આહાર પહેલા કેળીયામાં લે છે...મોઢામાં મૂકે છે.. અને ઉતારતા ઉતારતા પવિત્ર-શુકલધ્યાનની ધારામાં ચઢતા કેવલજ્ઞાન-દર્શન પામ્યા. અનંતજ્ઞાની થયા. જ ઈલાયચીકુમાર–દેરડા ઉપર નાચતા નાચતા... અચાનક એક ઘરની બારીમાં નજર પડી. જુએ છે. અહીં આશ્ચર્ય! યુવાન સ્ત્રી વહેરાવે છે, એકાંત છે...ઉત્તમ આહાર છે. છતાં પણ ધન્ય છે મુનિ મહાત્મા ને પાડે છે, ઊંચી નજર કરીને પણ નથી જોતા. બસ, વિચારની પવિત્ર ધારા શરૂ થઈ ગઈ. નટડીને મેહ ઊતરવા માંડ્યો....અંતર પશ્ચાતાપની ધારામાં ચઢી ગયું...જોતજોતામાં તે દેરડા ઉપર જ કેવલજ્ઞાન-કેવલદર્શન પામી ગયા......એક નટીની પાછળ પાગલ બનેલા ઈલાયચી અનંતજ્ઞાની મહાત્મા બની ગયા... * અઈમુત્તા મુનિ–બાલ વયના નાના મુનિએ બધા છોકરાઓની કાગળની હોડી પાણીમાં તરતી જેઈને–બાલસુલભ સ્વભાવથી તરણું પાણીમાં તરવા મૂકી દીધી.તરતી જોઈને નાચે છે. હસે છે. રાજી થયા. પરમાત્મા પાસે આવ્યા...પ્રભુએ જાગ્રત કર્યા. પાપની ક્ષમાપના કરવા તૈયાર થયા. ઈરિયાવહીની પ્રક્રિયા શરૂ થઈ. “પણગ...દગ...મટ્ટી. મક્કડા...” બસ... બોલતા બોલતા તે પાપના પારાવાર પ્રાયશ્ચિતમાં.ચલ્યા. શુકલધ્યાન શરૂ થયું. ક્ષપકશ્રેણું મંડાઈ ગઈ..અને ઈરિયાવહી પ્રતિકમતા તે કેવલજ્ઞાન પામી ગયા...ધન્ય ધન્ય, અતિમુક્તક મુનિ. બાલમુનિ એ કેવલી મુનિ બન્યા..