________________ 296 સુંદરીનું અદ્દભુત રૂપ-સૌંદર્ય– ભગવાન આદિનાથની પુત્રી સુંદરીને અભુત રૂપસૌંદર્ય– લાવણ્ય પ્રાપ્ત થયું હતું. એ રૂપ-સૌદર્ય ભરત ચક્રવતીને પણ એટલું ગમતું હતું કે રૂપના કારણે ભરત રાજા સુંદરીને દીક્ષા લેવાની રજા નહોતા આપતા. સુંદરીના સુંદર રૂપમાં આસક્ત થયેલા, ભ્રમરની જેમ લુબ્ધ થયેલા ભરત મહારાજા સુંદરીને દીક્ષા લેવાની સતત ના પાડતા હતા. * એક વખત ચકવતી મહારાજા ભરત દિગવિજયાર્થી છ ખંડ સાધવા નીકળ્યા. ત્યારે સુંદરી એકાતે મનમાં વિચારે છે કે અરે! આ મને મળેલું રૂપ જ મને ચારિત્ર પ્રાપ્ત કરવામાં અંતરાય કરે છે. અરે આ રૂપ-સૌંદર્યને કારણે જ હું ચારિત્ર નથી લઈ શકતી. ઘણાએ પરમાત્મા પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો છે. અને હું જ સંસારમાં રહી છું. અને આ રૂપ તે કેટલા દિવસ ટકવાનું છે. આ સોંદર્ય ક્યાં સુધી રહેશે? છેવટે તે જે કાયા જ અનિત્ય છે, માટીમાં મળવાની છે, બળીને અગ્નિમાં રાખ થવાની છે. અરે ! આ કાયાથી સાધી લેવાય તે કેટલું સારું. એમ વિચારી સુંદરીએ રૂપ-સૌંદર્ય ઘટાડવા-ઓછું કરવા આયંબિલની તપશ્ચર્યા શરૂ કરી. અને લગભગ 60 હજાર વર્ષ સુધી સુંદરીએ આયંબિલની દીર્ઘ–લાંબી તપશ્ચર્યા કરી. અંતે મહારાજા ભરત આવ્યા. કરમાઈ ગયેલા ફૂલની જેમ સુંદરીનું રૂપ જોઈને ભરત આશ્ચર્ય પામ્યા. કાયા સુકાઈ ગઈ, રૂપ કરમાઈ ગયું. અરે ! આ શું? - હે સુંદરી ! શું મારા ગયા પછી તને કેઈએ ખાવા નથી આપ્યું? શું કેઈએ તારું ધ્યાન ન રાખ્યું? શું કેઈએ તારી સંભાળ ન લીધી? આ થયું શું? તું સાવ કરમાઈ ગઈ! સુંદરીએ સમજાવતાં કહ્યું, “આ તે વિનાશી અનિત્ય નશ્વર કાયા છે, હવે એ કરમાઈ ગઈ કે રૂપ સૌંદર્ય ઝાંખું પડી ગયું