________________ થાય, ઓપરેશનથી કે કુલ પડવાથી અંધ બને. આ બધું આમ કેમ? આંધળાપણું, બહેરાપણું અને બેબાડાપણું એ જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું, તેનું પરિણામ. અને એથી જ કર્યું છે કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણની આશાતના કરશે નહીં. . . ઘણા લેકે 120 રૂપિયે મીટરનું પિન્ટન બગડે એ માટે 50 પૈસાનું છાપું પાથરીને એના પર બેસી જાય છે. ઘરમાં બહેને ગંદકી સાફ કરવા પણ એને ઉપયોગ કરે છે ને? શું છાપામાં અક્ષર નથી? એમાં શ્રુતજ્ઞાન છે. અક્ષર શ્રુતજ્ઞાન જ છે. એમાં પણ મ. હ, વ, ર વગેરે અક્ષરે હશે કે જેને “મહાવીર શબ્દ બની શકે. અક્ષર–શ્રુતજ્ઞાનની આશાતનાવાળા જીવની ગતિ કેવી? ખેડ-ખાંપણવાળી જ ગતિ થાય. મુંગા પણ થાય. આત્માએ જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું. પછી એને ભારે પુરુષાર્થ હૈય, તપ હય, ક્ષપકશ્રેણી માંડીને ચાર ઘાતી કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પણ પામે, પણ કેવળજ્ઞાન પછી પણ મુંગાપણું ન જાય. શાસ્ત્રમાં મૂક કેવળજ્ઞાની મહાત્માની વાત પણ છે. કેવળજ્ઞાની ખરા; બધું જ જુએ, પણ કોઈને દેશના આપી ન શકે. રાત દિવસ પ્રયત્ન કરીને ઉજાગર કરીને ભણ્યા, સખત મહેનત કરી, ગાઈડ ફાડીને પાસ થયા! આ વિદ્યા પાસ થવા પૂરતી જ છે, પરંતુ ઈન્ટરવ્યુ લેવાય ત્યારે ? માથું ખંજવાળવું પડે ને ? Spelling જ નથી આવડત-શું થાય? જ્ઞાનની ઉપરનાં આ બધાં આવરણે હેય તે કેઈકને યાદ રહે છે અને કેઈકને યાદ નથી રહેતું. કેઈકની સ્મૃતિ ગજબની હોય છે, 20 વર્ષ પછી પણ એક વાત યથાવત્ યાદ રાખે. પ્રત્યેક માનવીમાં તિપિતાની મરણશક્તિ હેય છે, બુદ્ધિ હોય છે.