________________ 391 ' હજી સુધી જીવને જન્મ-મરણને કંટાળો જ નથી આવ્યો.' અનંતી વાર જપે અને અનંતી વાર મર્યો. છતાં હજી એ જ ચક્ર ચાલ્યા કરે છે. આજે આ ભવ છે, જમ્યા છીએ, જીવીએ છીએ અને એક દિવસ મરી જવાના. પણ મર્યા પછી શું? મૃત્યુ પછી અંત આવી જાય છે ? ના, મર્યા પછી ફરી જમવાનું તે છે જ. જીવને સહેજ ઘડીભર પણ વિશ્રાંતિ કે નિરાંતે આરામ નથી મળતું. આ જગ્યા અને થોડા દિવસ જીવી જઈએ છીએ. ચાર દિવસની ચાંદની જોતજોતામાં પૂરી થઈ જાય છે. અને અંતે અંધારી રાત. એક દિવસ મેતના મોઢામાં જતા રહેવું પડે છે. મર્યો એટલે તુરંત જન્મવાનું જ છે. કેઈ ઘરમાં મૃત્યુ પામ્યા હોય અને હજી તે બધાને ખબર આપવામાં આવે છે. બધા ભેગા થાય છે. જોકે આવે છે. દીકરા-દીકરીઓ વગેરે હજી આવવાના છે. મરેલા પિતાના મૃતકને હજી તે કાલે કાઢવામાં આવશે. સ્મશાનયાત્રા નીકળ્યા પછી અગ્નિસંસ્કાર થવાને છે. એટલે શું એમ માનવું કે જ્યાં સુધી અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી જીવ બીજે ઉત્પન્ન જ ન થાય? ના, એવું નથી. તમે અગ્નિસંસ્કાર કરે કે ન કરે ! ભલે ને ઘરમાં રાખી મૂકે છે, પરંતુ જીવ તે બીજે જન્મી જ ગયે છે. તમે કદાચ 2 દિવસ પછી રમશાન યાત્રા કાઢે અને પછી અગ્નિસંસ્કાર કરો... પરંતુ ત્યાં સુધી તે જીવ બીજે જન્મી પણ ગયે......અને બે દિવસ-૪૮ કલાકનું આયુષ્ય પણ ભેગવાઈ ગયું. 48 કલાકની ઉંમર પણ થઈ ગઈ જન્મ-મરણ સતત ઝડપથી ચાલ્યા કરે છે. નિગદમાં તે એક આંખના પલકારામાં સાડા સત્તર વાર જીવ જન્મીને મરી પણ જાય છે. કેટલા ઝડપથી જનમ-મરણ કરવાં પડે છે. નાહ્ય-કો મૃત્યુ—ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા શ્રીકૃષ્ણ કહ્યું-જાતસ્ય ધ્રુ મૃત્યુઃ—જન્મેલાને અવશ્ય કરવાનું જ