________________ 446 એક વાત ચોક્કસ છે કે આપણે ક્યારેય 1 મિનિટ પણ પાછળ જઈ શક્તા જ નથી. જે વીતી ગયું તે ગયું. ગયેલે કાળ ક્યારેય પાછા આવવાને નથી. જે 1 મિનિટ પાછળ નથી જઈ શકતા તે પછી પાછળના ભવમાં તે ક્યાંથી જવાય? જે આયુષ્યમાં વધારે કે ફેરફાર જે કરે હોય તે આયુષ્યબંધના કાળમાં જઈને કરી શકાય. પરંતુ ત્યાં તે જવાતું જ નથી એટલે “આયુષ્ય વધારી શકાય છે”—-એ વાતે ખોટી. અકસ્માત નડ્યો અને ભાગ્યવશ બચી ગયા... ઘાત ટળી અને જીવતા રહી ગયા. એટલે શું આયુષ્ય વધ્યું એમ?! ના, વધ્યું નથી. એ તે ઉપકમના નિમિત્ત લાગ્યા, પરંતુ તમારી પુણ્યાઈ પ્રબળ કે આયુષ્ય તૂટતાં બચી ગયું. એને કહેવાય‘તમારી ઘાત ટળી...અને તમે જીવી જશે.” હસ્તરેખા પ્રમાણે આયુષ્ય (Palmostry) દરેકના હાથમાં રેખાઓ હોય છે. જન્મતાં જ બાળક રેખા લઈને જ આવે છે. કેઈ હાથને કેરીને બનાવી નથી દેતું. હાથમાં રહેલી બધી રેખાઓમાં એક આયુષ્યની રેખા પણ છે, જેને ઉપરથી આયુષ્ય જેવાય છે. કલ્પસૂત્ર જેવા સૂત્રશિરોમણિમાં કહેવાયું છે કે मणिबन्धात् पितुर्लेखा, करभाद् विभाऽऽयुषोः / लेखे द्वे यान्ति तिस्रोऽपि, तर्जन्यगुष्ठकान्तरम् / / येषां रेखा-इमास्तिस्रः, संपूर्णा दोषवजिताः / તેવાં ઘર-ધના–ssçષિ, પૂન્યથા ન તુ . -મણિબંધથી (કાંડું અને હથેલીની વચ્ચેના સાંધાથી) પિતાની ગેત્રરેખા ચાલે છે, અને કરભ થકી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દેષરહિત હોય તેઓનાં ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહીં.