________________ 184 છે. સારા અધ્યવસાયની મદદથી આવી કર્મસ્થિતિને ઓછી કરી રાગ-દ્વેષની ગાંઠને જીવ બરેબર જોઈ શકે અને તેડવા પ્રયત્ન કરી શકે તે માટે યથાપ્રવૃત્તિકરણની આવશ્યકતા પડે છે. અધ્યવસાયે કેટલા પ્રબલ હોય છે! અધ્યવસાય એટલે આત્માના પરિણામ વિશેષ-વિચારે. માણસ ધારે તે શુભ અધ્યવસાય અથવા અશુદ્ધ અધ્યવસાય કરી શકે છે. અશુદ્ધ અધ્યવસાયથી કર્મ બંધાય છે. અને શુદ્ધ અધ્યવસાયથી નિર્જરા થાય છે. કેવા અવ્યવસાય કરવા તે આપણું ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત લઈએ તે તેમને એક અંતમુહૂર્તમાં તે એવા અશુભ વિચારે કર્યો કે જેના બળે સાતમી નરકે સિધાવવા લાયક કર્મના દાળિયા એકઠા કરી શક્યા. અને પરિણામની ધારા બદલાતાં પશ્ચાતાપની ધારામાં ચઢતા ચઢતા કર્મ નિજર કરતા કરતા, ક્ષપકશ્રેણું માંડીને કેવલજ્ઞાન પણ પામી ગયા..વિચારેનું કેઈ ઠેકાણું નથી હોતું. ક્યારે કઈ બાજુ વળે છે અને ક્યારે કઈ બાજુ વળે છે. રાગદ્વેષની નિબિડ ગાઢ એવી ગાંઠને ભેદવા માટે પણ જીવને શુભ અધ્યવસાની મદદથી જબરદસ્ત મહેનત કરવી જ પડશે. યથાપ્રવૃત્તિકરણને અર્થ એ છે કે આત્માની જે કર્મ ખપાવવાની અનાદિની પ્રવૃત્તિ ચાલી આવે છે, તેવી ને તેવી પ્રવૃત્તિ વિશેષ કરીને ગ્રન્થિ ભેદવા માટે કરવી. આત્મા કર્મોનું સ્થિતિ બળ ઘટાડે છે, મિથ્યાત્વને મન્દ બનાવે છે. આમાં આત્માને જે અનાગ પરિણામવિશેષ કારણરૂપ છે તે યથાપ્રવૃત્તિકરણ નદીપાષાણ ન્યાયે, ધૂણક્ષર ન્યાયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરતે કરતે ગ્રન્થિને ભેદવા નજદીક આવે છે. અભવ્યો ક્યારેય આ ગ્રન્થિને ભેદી શકતા જ નથી. ભવ્ય જીવ જ આને અધિકારી છે. ભવ્ય જીવો પણ આ પ્રપન્ન કરતા કરતા ઘણીવાર ગાંઠ સુધી નજદીક આવે છે અને પાછા પડે છે. અસંખ્યવાર આવે અને જાય છે.