________________ 381 जो तोकु कांटा बूवे, ताहि बोव तू फूल / ताको फूल के फूल है, वांको है त्रिशूल // અરે ભાઈ! જે તારા રસ્તામાં કેઈ કાંટા પણ પાથરે, તે પણ તું તે તેને રસ્તામાં ફૂલ જ પાથરજે. તારાં ફૂલ તે ફૂલ જ રહેશે. પિલાના કાંટા પિલા માટે ત્રિશૂલ બની જશે. હાથનાં કર્યા હૈયે જ વાગે છે. માટે કરતાં પહેલાં સે વાર વિચાર કરીને પછી જ કરજે. સુખ-દુ:ખની સાચી વ્યાખ્યા सर्व स्वधशमेव सुखं, सर्व परवशमेव दुःखम् / एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः // હરિભદ્રસૂરિ મહારાજ સુખ-દુઃખની વ્યાખ્યા જણાવતાં કહે છે કે જેટલું સ્વવશ-સ્વાધીન-સ્વતંત્ર છે તેટલું જ સુખ છે અને એનાથી વિપરીત જેટલું પરવશ–પરાધીન-પરતન્ત્ર છે તે બધું દુખ છે. સુખ ક્યારેય પણ પરવશ હોતું નથી અને દુઃખ કયારેય પણ સ્વવશ હેતું નથી. કવિ કહે છે : આપ માવ ઝવધુ, સરા માન છે તના तेरा है सो तेरी पासे, अवर सब अनेरा // સ્વવશ-સ્વાધીન તે સુખપરવશ-પરાધીન તે દુખ “સ્વ” એટલે આત્મા. બસ, જેટલું આભાને પિતાને આધીન હોય, આત્માને વશ હાય, આત્મગ્ય હોય તે જ સાચું સુખ છે. અને જે આત્માધીન નથી, પરવશ છે, પરને આધીન છે તે બધું દુઃખ છે. પર એટલે-આત્માથી ભિન્ન-દેહ, મન, ઇન્દ્રિયે વગેરે. સંસારમાં સંસારી છે મનુષ્ય વગેરે જે સુખે ભેગવે છે તે બધા પરાધીન-પરવશ જ છે. કેઈ પણ પ્રકારનાં સુખ ભેગવવા-અનુભવવા માટે જીવ પાસે સાધનામાં છે શું?