________________ .. , 462 જ્ઞાની ભગવંતેએ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. મેક્ષ પણ મહત્વનું લક્ષ્યસ્થાન છે. મેક્ષ માટે તે જીવે સતત ઝઝુમીને પુરુષાર્થ કરવાનો છે. પરંતુ મોક્ષ ધર્મ થકી જ મળવાને છે. ધર્મ વિના મોક્ષ મળે જ નહીં. અને ધર્મ થકી જ અર્થઅને કામ પણ મળે છે. પરંતુ મુંબઈથી દિલ્હી જતાં જેમ અમદાવાદ તે જકંશન છે, માત્ર ગાડી બદલવાનું સ્થાન છે. ત્યાં ઊતર્યા, અને ગાડી છેડી એટલે એને જ દિલ્હી માની નહીં લેતા. “અમી વિઠ્ઠી ઘદુત દૃર છું.” એ જ પ્રમાણે દૂધમાંથી ઘી મેળવવાની પ્રક્રિયામાં દહીંછાશ-માખણ એ પણ વચ્ચેની પ્રક્રિયા છે. ત્યાં જ અટકી નથી જવું. આ તે પ્રક્રિયાને કમ છે. અંતિમ સાધ્ય “ઘીને જ મેળવવા મથવું જોઈએ. બસ, આજ પ્રમાણે જીવે ધર્મથી મળતા અર્થ અને કામમાં ઍહિત ન થવું, આસક્ત ન થવું..... હજી આપણું લક્ષસ્થાન તે “ગમ વડુત દૂર હૈ”—મોક્ષ છે. અને તેને જ મેળવવા પુરુષાર્થ કરવાનું છે. અટકી નથી જવું. જ્યારે પણ મેક્ષ મળશે ત્યારે ધર્મ થકી જ મળવાને છે. માટે મેક્ષએ સાધ્ય છે અને ધર્મ એ “સાધન છે, અને મેળવનારા આપણે “સાધક છીએ.......અને મેળવવાને માર્ગ તે સાધના છે. સાધનની સહાયથી સાધના કરશે તે સાધક અવશ્ય સાધ્યને સાધશે. સાધ્યનું લક્ષ્ય હોય તે જ સાધક સાચો સાધક છે. માટે કહ્યું છે કે-સાધના કરવા પહેલાં સાધ્યને નકકી કરે, પ્રવૃત્તિ કરવા પહેલાં ધ્યેય નકકી કરે. તે જ સાધના સાચી લેખાશે, અને સફળ થશે. સવાપાવપણાસણીને એક માત્ર લક્ષ ધર્મ કરનારા, ધર્મ આરાધનારા આપણે સર્વે ધમી સાધક છીએ. ધર્મારાધના સ્વ-સ્વ-રુચિ અનુસાર કરીએ છીએ. દરેક