________________ 314 મહાસતી સુલસા શ્રાવિકા નાગસારથિની ધર્મપત્ની સુલસી શ્રાવિકા કેવી ધર્મિક અને અડગ શ્રદ્ધાળુ શ્રાવિકા ! પરમાત્મા મહાવીરની પરમ ભક્ત અને સિદ્ધાંતમાં દઢ વિશ્વાસુ. પતિ-પત્નીના વર્ષોના દામ્પત્ય જીવનના ફળસ્વરૂપે સંતાન-પ્રાપ્તિના મનોરથ પૂર્ણ ન થયા. તેથી નાગસારથિ પતિનું મન ચિંતાગ્રસ્ત દુ:ખી રહેતું હતું. પતિ–“અરે સુલસા ! તું કંઈ એવું કર. દેવ-દેવીઓની માનતા રાખ, આખડી માન, જંતર-મંતર કંઈક કર કે જેથી સંતાનની ઈચ્છા પૂરી થાય” પત્ની–સ્વામીનાથ ! મારાથી આપને મરથ પૂર્ણ ન થતા હોય તે આપ બીજી પત્ની કરીને પણ આપના મને પૂર્ણ કરી શકે છે. પરંતુ હું તે વીતરાગ પરમાત્મા સિવાય અન્ય રાગી-દ્વેષી દેવદેવીઓને માનવાની નથી. કેઈ પણ સંજોગોમાં હું એ મિથ્યા માર્ગે જવાની નથી. જે છે તે વીતરાગને જ માર્ગ સાચે છે. ધર્મ પણ વીતરાગને અને પરમાત્મા પણ વીતરાગી ! બસ, હું તે મારા ધર્મમાં જ વધુ આરાધના કરીશ.' એમ કહી સુલસા આયંબિલની તપશ્ચર્યા તેમ જ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ વધુ ને વધુ કરવા લાગી. પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ કેઈ દેવે પ્રગટ થઈ દૈવી ગુટિકા આપી. અને તેના સેવનથી સુલસાએ 32 પુત્ર પ્રાપ્ત કર્યા. વર્ષોથી ઈચ્છા પૂરી નહતી થતી. તે જિનભક્તિથી ફળી. પરંતુ આશ્ચર્યની વાત છે કે શ્રેણિક અને ચેડા મહારાજાના યુદ્ધમાં આ બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યા. અને આ સમાચાર શ્રેણિકના મુખે જ સુસાને મળ્યા. જરૂર, આપણું જેવાને 1 પુત્રના મૃત્યુના સમાચારથી પણ પારાવાર આઘાત લાગે. પરંતુ સુલતા તે આ સમાચાર સાંભળીને પણ એટલી જ સ્તબ્ધ અને શાન્ત હતી. એ પરમાત્માની ભક્તિમાં એટલી દઢ રહી જે ભાવિ-ભાવ બનવાનું હતું તે બન્યું.