________________ 243 મિથ્યાત્વે વાહ્યો , આરત ધ્યાન કરે, તુજ આગમ વાણી રે, સમક્તિ ચિત્ત ધરે. –મિથ્યાત્વી જીવ લાભાન્તરાયકર્મના ઉદયે અસહ્ય અવસ્થામાં આધ્યાન કરે છે, જ્યારે સમકિતી જીવ હે પ્રભુ! તુજ આગમ વાણીને મનમાં ધારીને સમતાને ભાવ ધારણ કરે છે તે તરી જવાય છે. પરમ સંતેષભાવવાળે પુણિયે શ્રાવક આના કમાઈને પણ 1 દિવસ પિતે ઉપવાસ, બીજા દિવસે પત્ની ઉપવાસ કરે. એમ વારાફરતી કરવા છતાં પણ રેજ એક સાધર્મિક બંધુને ઘરે જમાડતે હતે. આવી સુંદર ભક્તિમાં તે અંતરાયકર્મ બંધાય ક્યાંથી? તે તે ઊલટું ખપે અને રેજ ફૂલ વડે જિનભક્તિ કરતે. શ્રેણિક જે રાજા પણ પ્રભુના કહેવાથી સ્વ-નરકગતિ તેડવા માટે પુણિયા જેવાનું સામાયિક જેવા માટે આવ્યા... ધન્ય એ પુણિયે શ્રાવક. ભેગે પગ સામગ્રી - એકવાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક ! અશન–પાન-વિલેપને, ભેગ કહે જિન છેક છે ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભેગા ભૂષણ ચીવર વલલભા, ગેહાદિક સંગ છે સમસ્ત સંસારમાં સર્વ જીને ભેગે પગ સામગ્રી વગર ચાલતું નથી. આપણું દૈનિક જીવનમાં જ ખાવાપીવા જોઈએ છે. માથે તેલ નાખવા, સેન્ટ, અત્તર, વિલેપન જોઈએ છે. એટલું જ નહિ, આભૂષણ-કપડાં–વેશભૂષા તથા સ્ત્રી વગેરે પણ જોઈએ છે. સાધન-સામગ્રી વિના સુખ-સાહેબી કહેવાતી જ નથી. એવી જે ખાવા-પીવાની, ન્હાવા–સાબુ-તેલ–અત્તર વગેરેની જેરેજના જીવનમાં એક જ વાર વપરાઈ જાય છે તે સામગ્રીને