________________ 159 દર્શન ચતુષ્કની ચારે દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ દશમે સૂમસંપરાય ગુણસ્થાનકે બંધમાંથી જાય છે. બાકીની પાંચ નિદ્રા તે બંધમાંથી પહેલાં જાય છે. અને ઉદય-ઉદીરણા અને સત્તામાંથી બારમે ક્ષીણમેહ ગુણસ્થાને જાય છે. આ દર્શનાવરણીયની નવે પ્રકૃતિ ધુવબંધી અને ધ્રુવસત્તાક છે. અને પ્રથમ ચાર દર્શનચતુષ્કની ધ્રુદયી અને પાંચ નિદ્રાની પાંચ પ્રકૃતિ અબ્રુદયી છે. જેમ ગાઢ વાદળે આકાશમાં છવાઈ ગયા હોય. ત્યારે તપ સૂર્ય એ વાદળોમાંથી કેવી રીતે દેખી શકાય. કારણ વાદળે સૂર્યને સર્વથા ઢાંકી દે છે. છતાં પણ તેમાંથી કાંઈક કાંઈક ઝાંખું પ્રકાશ બહાર આવે છે. અને તેથી પદાર્થો જોઈ શકાય છે. તેમ હે પ્રભુ! આ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિને ઉદય હોવા છતાં પણ આત્માને અનંતદર્શન ગુણ છેડે ઝાંખ-ઝાખ પ્રકાશે છે. તે ડું થોડું જોઈ શકાય છે. આ જન્મમાં પણ પ્રભુના દર્શનાદિ થઈ શકે છે. હે પ્રભુ! હવે આ ભવમાં આ દશનાવરણીય કર્મ અપાવવા માટે તારે આલંબન સારામાં સારો મળે છે. હવે તે તારા દર્શનથી જ, તારી વાણુને શ્રવણથી જ. તારા ધ્યાનની લગનથી જ તારી ભક્તિથી જ. આ દર્શનાવરણય કર્મ ખપાવવાને છે. જે આ જન્મમા આ કર્મ ખપાવવા મહેનત ન કરી તે કયા ભવમાં કરી શકશે? જે બેચારા એકઈન્દ્રિયવાલા, બે ઇન્દ્રિયવાલા, ત્રણ ઈન્દ્રિયવાલા, ચાર ઇન્દ્રિયવાલા જીવો તે કેવા ભારે કર્મના ઉદયના કારણે દુઃખ-ત્રાસ ભેગવી રહ્યા છે. એ જીને ક ક્ષય માટે કેટલી અનુકુળતા મળી છે? ખરેખર જોઈએ તે કર્મ ખપાવવાની પૂરેપૂરી યોગ્યતા-મનુષ્યને મળી છે. મનુષ્ય ધારે તે કમેને ભૂકકો બોલાવી નાખે. અને ધારે તે ભારે કર્મો બાંધી પણ શકે છે.