________________ 60 26 મા ભવે દશમા દેવલેકમાં 20 સાગરોપમનું આયુષ્ય પૂરું કરી, ભગવાન ત્યાંથી એવી રહ્યા હતા ત્યારે પુનઃ એ કર્મ ઉદયમાં આવ્યું અને કર્મે દિશા બદલી. કર્મે ત્રિશલાના બદલે દેવાંગનાની કુક્ષિમાં નાખ્યા; જ્યાં 82 દિવસ રહેવું પડયું. આથી કઈ પ્રબળ શક્તિ છે ખરી, જે આટલા ભયંકર સંસારનું કારણ છે. જે એની મેનેજમેન્ટ કરે છે. જે એનું એડમિનિસ્ટ્રેશન ચલાવે છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ દરેક પિતપોતાના સ્વભાવ પ્રમાણે ચાલ્યા જ કરે. દરિયાની નીચે કેઈએ પંખા મૂક્યા છે કે જેથી મજા ઉત્પન્ન થાય છે. આ હિમાલયના એવરેસ્ટ પર કઈ પવનચક્કી નથી જે ત્યાંથી પવન ફેકે છે અને અહીં આવે છે. આ બધા માટે ઉપરવાળે કે ઈશ્વર જ કારણભૂત છે, એમ માનવું પણ નથી. –તે પછી આ શક્તિ છે શું? એવી કઈ શક્તિ જરૂર છે કે જે આપણે જ ઊભી કરી છે, આપણે જ બાંધી છે. એ નચાવે તેમ આપણે નાચવું પડે છે. કર્મ નચાવે છે તેમ નાચીએ છીએ. ઈશ્વર, કિસ્મત, ભગવાન, કુદરત ગમે તે કહે નામ બદલવાથી ચાલવાનું નથી. ' વેદાંતના સૂત્રે પણ કહે છે કે જેણે જેવું કર્યું તેવું તે પામે છે. બાર મહિના વાંચ્યા વિના પરીક્ષામાં બેઠા. પછી ઉત્તરપથીમાં શું લખે?