________________ 156 ખબર ન પડે...બસ સંધ્યાકાળથી જ ઘેરવા માંડતા.. અંતે પ્રમાદમાં પૂર્વે ભુલાઈ ગયા... અને આયુક્ષયે કાળ કરી દુર્ગતિમાં ગયા. ઓહો ! પૂર્વધર જેવા મહાન મુનિ પણ નિદ્રા દર્શનાવરણીયકર્મના કારણે દુર્ગતિમાં ચાલ્યા ગયા! કેવી વૈરી આ નિંદ્રા છે.... એને ક્ષય કરે જ જોઈએ. જ્ઞાનાવરણ અને દર્શનાવરણીય કમબંધનાં કારણે : पडिणीयत्तण निन्हव उवघायपओसअंतराएणं / अच्चासायणयाए आवरणदुर्ग जीआ जयइ // પ્રથમ કર્મગ્રન્થમાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે(૧) જ્ઞાની મહાત્માઓથી પ્રતિકૂલ આચરણ, (2) ભણીને પણ એમની પાસે નથી ભણ્ય, (3) જાણવા છતાં પણ હું આ નથી જાણતે એ મૃષાવાદ સેવ, (4) જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના-વિરાધના કરવી, અરુચિ રાખવી, (5) ભણતાને અંતરાય કરવાથી, ભણતાને ઊઠાડીને અન્ય કર્મ કરાવવાથી, (6) જ્ઞાની માટે હલકું બેલી અત્યન્ત આશાતના કરવા વગેરે ઘણાં કારણોથી બંને પ્રકારના આવરણ એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને કર્મ બંધાય છે. तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाताज्ञानदर्शनावरणयोः // જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનને વિષે પ્રદોષ, નિન્હવ, માત્સર્ય, અન્તરાય, આસાદન, ઉપઘાત આદિ કારણથી જ્ઞાનાવરણય અને દર્શનાવરણય કર્મ બંધાય છે એમ તવાર્થ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. ઊંઘમાં ખટારે ભરી પહોંચાડે છે મકાન બાંધકામનું કામ ચાલતું હતું નિરીક્ષકે મજૂરોને ઓર્ડર કર્યો કે આવતી કાલે સવારે એક ટ્રક પથ્થરે અહીંયા