________________ ૧પ૩ બહુ ઊંઘ પણ નકામી છે–જેટલી ઊંઘ વધારે આવતી હેય. જેટલી ગાઢ ઊંઘ, જેટલી સારી ઊંઘ આવતી હોય તે સમજવું કે દર્શનાવરણીય કર્મને ઉદય બહુ ભારે છે. “અનિદ્રા” યોગ્ય ગણાય છે. ઊંઘ બહુ લાવવા પ્રયત્ન કરવાની જરૂર નથી હવે તે ઊંઘ ઊડાડવાની જરૂર છે. અનાદિ કાળથી દરેક ભવમાં જીવ ઘણું ઊંધે...ઘણું થયું ઊંઘવાનું ઊંઘતાને જગાડે સહેલે છે, પણ જાગતાને શી રીતે જગાડ? જે જાગતે જ પથારીમાં પડ્યો છે. ઊંઘમાં નથી. પણ ઊંઘના ડળ કરે છે.... એ પ્રમાદ-આળસ. મોડે સુધી ઊંઘતા જ રહેવું ઘણું મેડ ઊઠે છે. મોડા ઊઠવાની પણ ફેશન પડી છે. શું મેડા ઊઠવામાં, મેડા આવવા-કે પહોંચવામાં શું મોટાઈ છે? ના, ..ઉપરથી આયુર્વેદ શાસ્ત્ર તે એમ કહે છે કે - જે સૂર્યોદય પછી ઊંઘવામાં આવે તે આયુષ્ય-બળ ઘટે છે. સૂર્યોદય પછી જેટલું વધારે ઊંઘવામાં આવે છે તેટલે વહેલે મરે છે. એટલા માટે તે પ્રાત:કાળે બ્રાહ્મમુહૂર્ત-સૂર્યોદય કરતાં પણ બે ઘડી પહેલાં ઊઠી પ્રભુના સ્મરણમાં, પ્રાર્થના, ધ્યાન, પ્રતિકમણમાં બેસતા હતા. આ હતી આર્યસંસ્કૃતિ. પણ એના ઉપર વિકૃતિ આવી ગઈ આ સભ્ય સમાજ મેડા ઊઠવા અને મેડા સૂવામાં સભ્યતા અને ફેશન ગણે છે. હાય રે દુર્દશા ! એના કરતાં વહેલા ઊઠનારા વધારે Punctual હોય છે. દરેક કામમાં સમયસર અચૂક પહોંચી શકે છે. જ્યારે મોડા ઊઠનાર બધે મેડા પડે છે. વહેલા ઊઠવાથી તંદુરસ્તી, જાગૃતિ અને વ્યવસ્થિતતા સારી રહે છે. કહ્યું છે કે " Early to rise and Early to Bed, always healthy, wealthy and wise.