________________ મેક્ષે જવા માટે જોઈતી જરૂરિયાતો - ' ' મનુષ્યગતિ, પચેન્દ્રિયપણું, ત્રસકાય, કેવળજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવળદર્શન, ભવ્યત્વપણું, ક્ષાયિક સમ્યફવે, સંક્ષિપણું અને અણહારીપણું આ પ્રમાણે મુખ્ય 14 વર્ગણામાંથી આટલું તે મેક્ષે જવા માટે અવશ્ય હોવું જ જોઈએ, તે જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. મેક્ષની વિચારણું– મોક્ષની વિચારણા નવ રીતે કરી શકાય છે? ( 1 ) સત્પદ-અર્થાત્ મોક્ષ એ અસત્ પદ નથી, સતા સાચું પદ છે, વિદ્યમાન અસ્તિત્વ ધરાવતું પદ છે. ( 2 ) દ્રવ્યપ્રમાણ-સંખ્યાથી સિદ્ધના જીવો વગેરે, . ( 3 ) ક્ષેત્રદ્વાર–સિદ્ધના જીવને રહેવાની જગ્યા સિદ્ધશિલા વગેરેનું સ્વરૂપ. ( 4) સ્પર્શના દ્વાર––સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્મા કેટલા આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે તેને વિચાર. (5) કાળદ્વાર–મેલમાં કેટલે કાળ રહે છે તેને વિચાર (6) અંતરદ્વાર–પરસ્પર અંતર કેટલું છે, તેમ જ કાળ અંતર કેટલું છે, વગેરેને વિચાર (7) ભાગદ્વાર–સિદ્ધના છ સંસારીની અપેક્ષાએ કેટલામા ભાગે છે વગેરે. . . (8) ભાવ દ્વાર–પાંચમાંથી સિદ્ધ કયા ભાવે મેક્ષે ગયા છે. | (9) અ૫બહત્વદ્વાર-જે 15 ભેદે સિદ્ધપદ મળે છે, તેમાં ઓછા-વત્તાપણાને વિચાર કરે તે બહુ વિસ્તારથી આ નવદ્વાર વડે વિચાર કરતાં મોક્ષનું સ્પષ્ટ સ્વરૂપ નજર સામે આવે. '