________________ ૩ઘર કરીને તમે જ કરી શક્યા છે. હું તે ત્યાગ નથી કરી શક્ત, માટે હું હાર્યો છું, તમે જીત્યા.. તમે જ સાચા વિજયી બન્યા, ધન્ય છે. (5) બલમદ-મહારાજા શ્રેણિકે બળને મદ કરી શિકાર કર્યો. શિકારમાં તીર વાગતાં જ ગર્ભિણ હરિણી વિંધાઈ ગઈ, મૃત્યુને શરણે થઈ અંતે શ્રેણિકે બળને મદ કર્યો. “અહા. હા...કેવી શક્તિ? ! મારું કેવું બળ? એક જ તીરે અચૂકપણે બેને ઘાત કર્યો” આ પ્રમાણે અભિમાન કરતાં કરતાં નરકમાં જવા ગ્ય આયુષ્યકર્મ તથા નરકગતિ કર્મ બંધાયું અને મહારાજા શ્રેણિકને પ્રથમ રત્નપ્રભા નરકમાં જવું પડ્યું. ત્યારપછી ધર્મ પામ્યા, તીર્થકર નામકર્મ પણ બાંધ્યું પરંતુ પહેલાં જે કર્મ નિકાચિત થઈ ગયું તેનું શું? તે તે ભગવ્યા વિના ચાલે તેમ જ નથી. એક સામાન્ય વાતમાં કર્મ કેવું નિકાચિત બંધાઈ ગયું? રાજા જે રાજા શ્રેણિક અને એક ગર્ભિણી હરિણીને શિકાર કરીને પિતાના બળ (શક્તિ)ને મદ-અભિમાન કરે છે. પરિણામે નરકમાં પટકાઈ ગયે. - હિટલર, ચર્ચિલ, લેનિન, મેસેલિન, વાહ્યાખાન અને સિકંદર જેવા માંધાતા સમ્રાટે વિશ્વ ઉપર રાજ્ય કરવાના સ્વપ્નાંઓ જતા હતા. ભયંકર યુદ્ધો ખેલ્યાં, દ્વિતીય વિશ્વયુદ્ધ વગેરેની ઘણું વાતે આજે પણ તાજી થાય છે. આપણે સ્પષ્ટ જાણીએ છીએ કે હિટલર જેવાને કેવી રીતે ઝેર પીને મરવું પડયું ? ઈતિહાસ આ વાતને સાક્ષી છે.