________________ 214 બાહુબલીજી કાઉસ્સગ ધ્યાને ઊભા રહ્યા. બસ, હું મેટે–અને મારા સર્વ દીક્ષિત ભાઈઓ નાના એટલે કેવલજ્ઞાન પામ્યા પછી જઈશ.. બાર મહિના કાઉસ્સગ્નમાં વીતી ગયા. પગ ઉપર વેલડીઓ વટાઈ ગઈ, કાનમાં ચકલાએ માળા નાખ્યા...... છતાં પણ થિર–અડગ ઊભા છે. એક નાનકડું અભિમાન કેવલજ્ઞાનને અટકાવનાર બન્યું. “વીરા ! મારા ગજ થકી ઊતરે... ગજ ચઢે કેવલ ન હાય રે....” આ પ્રમાણે બહેનસાધ્વીનાં વચને સાંભળી વિચારી... ઓહો! હું તે ગજ ઉપર એટલે અભિમાન ઉપર બેઠે છું, ક્યાંથી કેવળજ્ઞાન થાય? આમ વિચારી–“પગ ઉપાડયો રે વાંદવા ...ઉપવું કેવલજ્ઞાન. " લઘુબંધુઓને વંદન કરવા જવા પગ ઉપાડતાં જ અભિમાન ઓગળ્યું અને તુરંત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ માયા-છલ-કપટ સરલતા એ જ ધર્મ માટે મૂળભૂત પાયે છે, પાત્રતા છે, યેગ્યતા તરીકે મહાન ગુણ છે. સરલતા તારનાર છે. પરંતુ માયાવી વૃત્તિ આ ગુણને ઢાંકી દે છે. સરલતા-જતા ગઈ એટલે માણસ શઠ, માયાવી બની જશે. માયાહુ અને માયાવીમાં ઘણે ફરક છે. માયાધુ કેઈના પ્રત્યે મમતાવાલે પ્રેમ અને લાગણીશીલ હશે જ્યારે માયાવી તે ફુવ વિશ્વાજી” સાપની જેમ અવિશ્વસનીય ગણાય છે. માયાવી ધીમે રહી તે ક્યારે મિત્રનું જ ખીસું કાપી નાંખશે જેની ખબર પણ નહીં પડે. છલ-કપટની વૃત્તિ માયાવીમાં હોય છે. માયા મિત્રતાને નાશ કરનારી અને સરલતાને ખતમ કરનારી છે. કહ્યું છે કે– “સાચામાં સમક્તિ વસે, માયામાં મિથ્યાત્વરે જીવડા ! મ કરીશ માયા લગાર.....”