________________ 498 દા. ત. એક દીવાની તમાં બીજા દીવાની જ્યોત, તેમાં વળી ત્રીજા, ચોથા, પાંચમા, એમ કેટલા ય દીવાની જ્યોતિ ભેગી એક સાથે રહી શકે છે. તે જ પ્રમાણે સિદ્ધ આત્માઓ એક ઉપર બીજા, બીજા ઉપર ત્રીજા, એમ અનંત સાથે રહે તે પણ ચાલે. જીવને અવ્યાબાધ સ્વભાવ છે. 15 ભેદે સિદ્ધ જીવવિચારમાં જીવના મુખ્ય બે ભેદ પાડ્યા છે. એક સિદ્ધ અને બીજો સંસારી. અત્રે સિદ્ધના જીવના ભેદ 15 બતાવ્યા છે. પણ આ 15 ભેદ ઉપર મેક્ષે ગયા પછી નથી, પરંતુ અહીંથી જવાના ક્રમના કારણે છે. નવતત્ત્વકારે આ 15 ભેદ આ પ્રમાણે બતાવ્યા છે. તે ઉદાહરણ સાથે જોઈએ. 1. જિનસિદ્ધ–સર્વ તીર્થકરે. જે તીર્થંકરપણે મેક્ષે જાય છે. 2. અજિનસિદ્ધ–તીર્થકર સિવાયના પુંડરીક સ્વામી વગેરે. 3. તીર્થસિદ્ધ–તીર્થકાળમાં મેક્ષે જાય તે ગણધરે વગેરે. 4. અતીર્થસિદ્ધ-તીર્થવિચ્છેદ તથા તીર્થ સ્થાપના પહેલાં મેક્ષે . જાય તે મરુદેવા માતા. 'પ. ગૃહસ્થસિદ્ધ–બાહ્ય રીતે ગૃહસ્થપણે જાય તે ભરત ચક્રવતી . વિગેરે. 6. અન્યલિંગસિદ્ધ-તાપસાદિ જે અન્ય ધમના વેશમાં જાય તે. 7. સ્વલિંગસિદ્ધ–સાધુવેશમાં જે મોક્ષે જાય છે. જૈન સાધુ પ્રસનચંદ્ર વગેરે 8. સ્ત્રીલિંગસિદ્ધ-સ્ત્રીપણે જે મેક્ષે જાય તે ચંદનબાળા વગેરે. 9. પુરુષલિંગસિદ્ધપુરુષપણે જે મેક્ષે જાય તે ગૌતમસ્વામી વગેરે. 10. નjકલિંગસિદ્ધ કૃત્રિમ નપુંસકપણે જે સિદ્ધ થાય તે ગાંગેય મુનિ. 11. પ્રત્યેક સિદ્ધ–પિતાની જાતે બેધ પામી મેક્ષે જાય તે કરકંડુમુનિ. 12 સ્વયં બુદ્ધસિદ્ધ–સ્વયંસ્કૂરણથી વૈરાગ્ય પામી મેક્ષે જાય તે કપિલકેવળી,