________________ 445 ધીરે લેવાય-મુકાય તે ઘણે ફરક પડે અને કુંભકની પ્રક્રિયામાં રકી રાખવા જેટલે સમય ન રેકાય તે દળિયા ન છૂટે. એટલા માટે તે યોગીઓ પૂરક-કુંભક–રેચકની આ પ્રાણાયામની પ્રક્રિયા નિયમિત કરે છે, પછી તે તન્મય બની જાય છે. અને પછી આપણી ભાષામાં વ્યવહાર કરીએ છીએ કે રોગીઓ વધારે જીવે છે. અરે ! કોઈ પણ વધારે જીવી શકે છે. આયુષ્યની વૃદ્ધિ થઈ શકતી જ નથી– એથી પ્રાણાયામથી આયુષ્ય વધે છે કે પછી “વૃતમયુર્ઘર્ષ આ બધી વાતને કઈ અર્થ જ નથી. એક વાત ચેકસ છે કે આયુષ્યમાં કયારેય પણ એક ક્ષણને પણ વધારે થઈ શકતા જ નથી. પરમાત્મા મહાવીર પ્રભુના નિવણ સમયે ઈન્દ્ર મહારાજાએ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ! આપની જન્મરાશિ ઉપર આ ભસ્મગ્રહ સંક્રમે છે, અને તેથી આપના શાસનને ઘણી પીડા થશે, તે કૃપા કરી આપ એક ક્ષણ માત્ર આયુષ્ય વધારી આ ભસ્મગ્રહ ઉપર નજર કરે જેથી આ પાપગ્રહ શાંત થાય, અને આપના પ્રભાવથી એની પીડા શાસનને ઓછી થાય. ભગવંતે કહ્યું–“હે ઈન્દ્ર! ભૂતો ન ભવિષ્યતિ”—કેઈ કાળે થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થશે પણ નહીં. કેઈ પણ તીર્થકર કે ભગવાન કે ઈન્દ્રાદિ ક્યારે ય આયુષ્ય વધારી શકશે જ નહીં. માટે “ઇન્ મારે ત૬ મવિતા –જે ભાવિભાવ છે, જે ભવિતવ્યતા છે, જે બનવાનું હોય છે તે બને જ છે. આ ભવનું આયુષ્ય પૂર્વ ભવમાં બાંધીને આવ્યા છીએ. | પૂર્વભવ | | | વર્તમાનભવ આયુષ્યબંધકાળ જન્મ મરણ