________________ 118 અહિ શ્રી કુમારપાલ મહારાજાની શ્રી જિનાગમ વિષેની કેવી ઉત્તમ ભક્તિ છે. અને ગુરુ ભગવંત વિષે પણ કે સુંદર બહુમાન ભાવ છે, અને તેમનું સાહસ પણ કેવું નિસીમ છે? જ્ઞાન તો આત્માનું ઝરણું છે સેંકડે વર્ષો પહેલાં વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞ સેક્રેટીસે શિષ્ય એરિસ્ટોટલ (અરડુ) ને કહ્યું હતું કેKnowledge is Nothing but it is Intutional. જ્ઞાન તે અંતરમાંથી જ ફુરે છે–પ્રગટે છે–આંતરસ્ત્રોત છે. હિમાલય પરથી નીકળતી ગંગાની જેમ આત્મામાંથી પ્રગટતું જ્ઞાનનું ઝરણું કે જ્ઞાનગંગા પણ કદી સુકાતી નથી. કેઈ પણ જીવ ક્યારેય જ્ઞાન વિનાને નહીં બની જાય. દરેક જીવમાત્રમાં ભલે તે નાને સૂક્ષમ હોય કે મોટે ધૂલ હોય પણ સત્તામાં જ્ઞાન તે પડયું જ છે-જ્ઞાન વિનાને કેઈ જીવ નથીમાટે જ આત્મા અને જ્ઞાન આ બંને જુદા કલ્પી શકાય જ નહીં. આત્મા જ્ઞાનવાન જ છે અને જ્ઞાન આત્મામાં જ છે. હા, એટલું જરૂર કે દરેક જીવમાં પિતાપિતાના પશમ પ્રમાણે ઓછું વધારે હોય. શ્રી નંદીસૂત્રમાં પણ કહ્યું છે કે-જીવમાત્રમાં કેવલજ્ઞાનને અનન્ત ભાગ તે અવશ્યપણે પ્રગટ હોય જ છે. શરીરની કેટલીક ક્રિયા ઐચ્છિક હોય છે અને કેટલીક ક્રિયા અનૈચ્છિક હોય છે. અનૈચ્છિક ક્રિયામાં આપણે વિચારવું પણ નથી પડતું. દા. ત. આપણે ચાલીએ છીએ ત્યારે ખ્યાલ પણ નથી હતું કે કયા પગ સાથે કર્યો હાથ ચાલે છે. ડાબા પગ સાથે ડાબો હાથ ચાલે છે કે જમણે હાથ? તે જ પ્રમાણે જમણું પગ સાથે જમણે હાથ ચાલે છે કે કેમ? તે જોવા જેવું છે. વાત સાવ સામાન્ય છે. પણ આપણે ક્યારેય વિચાર નથી કર્યો.