________________ 441 થઈ જાય છે. મૃત્યુને શરણ થવું પડે છે. * કઈ સાપના ઝેરથી પણ મૃત્યુ પામે છે, અને કઈ વીંછીના ડંખથી પણ મૃત્યુ પામે છે. આ પણ ઉપક્રમ જ છે. એક વરસાદ સખત હેવાથી બે ભાઈઓ એક ઝાડ નીચે ઊભા હતા. વરસાદથી બચવા માટે....પરન્ત શું થાય નશીબ આગળ! કડાકા-ધડાકા સાથે વીજળી પડી અને બને ભાઈઓ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. * વેદના ઉપક્રમના કારણે પણ મૃત્યુ થાય છે. કેન્સર જેવા તીવ્ર રેગની ભયંકર વેદના સહન કરતાં આયુષ્ય પૂરું થઈ જાય. ઘણી વખત ઘણું રેગેની ઘણી ભારે વેદના હોય છે અને અસહ્ય અવસ્થામાં મૃત્યુ પણ થઈ જાય. * આહારનું નિમિત્ત પણ આયુષ્ય પૂરું થવામાં કારણ બની જાય છે. કાં તે સાવ આહાર લે જ નહીં એટલે ઉપવાસ-અનશન કરે તે પણ મરી જાય, અને કાં તે અતિ આહાર-ખૂબ આહાર કરતે હોય તે અજીર્ણ-અપચો, ઝાડા આદિના કારણે મૃત્યુ પામે. અથવા વિકૃત આહાર, વિપરીત આહાર અથવા ઝેરી ખોરાકના કારણે પણ મૃત્યુ પામે. ઘણી વખત સાંભળીએ છીએ કે-ખેરાકી ઝેર (Food Poision) ને કારણે ઘણા મરી ગયા..એટલે આહાર પણ એક જાતને ઉપક્રમ છે. * પ્રહારાદિ પણ ઉપક્રમ તરીકે ભાગ ભજવે છે મારામારીમાં એવા મર્મસ્થાનમાં વાગી જતાં પણ આયુષ્ય તૂટી જાય. પથ્થર પડતાં, ધરતીકંપ થતાં, વીજળી પડતાં, ઉપરનું છાપરું તૂટતાં, શિલા કે ભેખડ ધસી પડતાં પણ આયુષ્ય તૂટી જાય છે. શાહ એવું પણ નથી કે ઉપક્રમે બધા પર-નિમિત્તજન્ય જ હોય અથવા બાહ્ય-નિમિત્ત-જન્ય જ હોય. ને, ઉપકમે આપણે પિતે ઊભા કરેલા પણ હોઈ શકે છે. આત્મહત્યા, આપઘાત