________________ 339 - એમ કહી ત્રણ પ્રદક્ષિણા દઈ વંદીને ભરત તે પાછા વળ્યા. અને આ બાજુ મરીચિ પિતાના વિષે આવી ભવિષ્યવાણું સાંભળી ખૂબ હર્ષમાં આવ્યા, ઊછળ્યા, દંડ-છત્ર હાથમાં લઈ નાચવા લાગ્યા અને પિતાના કુલની પ્રશંસા કરવા લાગ્યા -“હો , અને યુ.. આહા...હા...મારું કુળ કેટલું ઉત્તમ છે? મારા દાદા તીર્થકર, મારા પિતા ચક્રવર્તી અને હું પણ વાસુદેવ થઈશ, હું ચક્રવતી પણ થઈશ. અરે વાહ!...હું અંતિમ તીર્થંકર પણ થઈશ. 'आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तीनाम् / पितामहस्तीर्थकृतामहो मे कुलमुत्तमम् // ' -એમ કહેતાં ખૂબ અભિમાનમાં કુળને મદ કર્યો અને આ કુળમદના કારણે નીચગોત્રકમ બંધાયું. આ નીચગોત્રકર્મના કારણે હીન એવા યાચક કુળમાં જન્મ મળ્યા . ત્રીજા ભવ પછી નીચગોત્રકર્મના ઉદયના કારણે પંદરમા ભવ સુધી તે દેવ અને બ્રાહ્મણભવમાં જન્મ લેતા ગયા. બ્રાહ્મણભવમાં પાછા ફરી ત્રિદંડી થાય. ફરી પાછા દેવલેકે જાય. એમ પંદરમા ભવ સુધી ચાલ્યું. નીચગોત્રકર્મના કારણે આટલા ભવ બગડ્યા. સેળમા ભવે નીચગોત્રકમ ઉદયમાંથી ખસ્યું અને રાજકુમાર બનાવ્યા. વિશ્વભૂતિ રાજકુમાર બન્યા. દીક્ષા લીધી....વગેરે પછી ૨૬મા ભવ સુધી એ કર્મ ફરી વચ્ચે ઉદયમાં ન આવ્યું, પરંતુ ખપી પણ નહોતું ગયું; સત્તામાં તે પડયું જ હતું. 26 મે પ્રાણુત નામના દશમા દેવલોકને 20 સાગરોપમને ભવ પૂરે કરી ત્યાંથી ચ્ચવતા હતા ત્યાં તે એ કર્મ ઉદયમાં આવ્યું અને તુરત દિશા બદલી નાંખી અને સીધા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પટકી નાખ્યા. કર્મ પિતાની અસર બતાવ્યા વગર નથી છોડતું. કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે તીર્થકર તુચછ, દરિદ્ર, કૃપણ, ભિક્ષુક, યાચક, અને હીન કુળમાં આવતા નથી; કારણ તીર્થકરો