________________ 146 કેવલદર્શન કેવલજ્ઞાનના જેવું જ કેવલદર્શન પણ છે. ફક્ત જાણવાના બદલે જોવાય છે. વિશેષને બદલે સામાન્ય બેધ છે, આટલે ફરક. કેવલજ્ઞાનની સાથે સાથે જ કેવલદર્શન પણ થાય છે. એક જાણવાના સ્વભાવવાળું છે અને બીજુ જેવાના સ્વભાવવાળું છે. અનંત કાલકાકાશના અનંત દ્રવ્ય-પદાર્થો હસ્તામલકવત્ ત્રિકાલાબાધિત રીતે એકી સાથે દેખાય છે. જેવાય છે, સામાન્ય અવધ થાય છે તે કેવલદર્શન અને સમસ્ત પદાર્થોને એકી સાથે જે સામાન્ય અવધ પણ ન થાય તે કેવલદર્શનાવરણય કર્મ. કરગ મુનિને કેવલજ્ઞાન-કેવલદશન આ ચાર મુનિએ સુંદર માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા. પરંતુ કુરગડુ મુનિ તપશ્ચર્યા કરી શકતા નહતા. નિત્ય નવકારશી કરતા. પર્વતિથિએ પણ તેમનાથી રહેવાતું નહોતું. ઉપવાસ તે થઈ શકે તેમ જ નહતું. ગોચરી લઈને આવ્યા. વડીલ મુનિઓને ગોચરી-આહાર દેખાડે છે. તપસ્વી મુનિએ થેડા ખિજાય છે. બેલે પણ છે. અરે કુરગડુ! તું તે જ ખા-ખા જ કર્યા કરે છે. એક દિવસ પણ ખાધા વગર ચાલતું નથી. શું વાત છે! કરગડુ–મનમાં અફસેસ કરે છે.....અરેરે હું કે કમનસીબ છું... અરે મારી આ કેવી અવદશા. હું કેમ તપ નથી કરી શકતો ? મનમાં જરૂર પશ્ચાતાપ કરે છે પરંતુ નથી રહેવાતું એટલે પાછા જઈ ગોચરી લઈ આવે છે. આહાર–ગોચરી માસક્ષમણના તપસ્વીએને દેખાડે છે. માસક્ષમણના તપસ્વી મુનિએ જોતાની સાથે જ થોડા ગરમ થયા. બેલ્યા...ખૂબ બોલ્યા.. અને... “એય અનાજના કીડા..! ખા...લે ખા...' એમ કહી ગોચરીમાં ચૂકયા. છતાં પણ કુરગડુ મુનિ તે શાંત, સમતામાં જ રહ્યા.“તપ કરીએ સમતા રાખી ઘટમાં”..બસ, મારાથી તપ નથી થતું તે સમતા તે રાખું..