________________ વણિકપુત્રે પિથી ખરીદી લીધી. રૂ. 500 રોકડા આપી દીધા. બ્રાહ્મણ પૈસા લઈ પિતાને નગર જવા નીકળ્યો, પણ રસ્તામાં ખિસું કપાઈ ગયું! બ્રાહ્મણના હાથમાં શું રહ્યું? બ્રાહ્મણ પિતાના કર્મને રડે છે અને કહે છે કે દેવીની વાત સાચી છે,“ મારા નસીબમાં જ કંઈ નથી.” ઘણું લેકે કહે છે ને ? એમને દેવીએ કહ્યું હોય કે એમને શાન થયું હોય કે એમને અનુભવ થયે હેય ગમે તે ઉપરથી કહે છે કે,–સાહેબ! મારા નસીબમાં જ નથી. જ્ઞાનાવરણીય કર્મ નડે છે, જ્ઞાનની વાત જ નથી, હજી જ્ઞાનને વેગ ઉદયમાં આવ્યો નથી, જ્ઞાનપ્રાપ્તિને વેગ ઉદયમાં આવશે ત્યારે વાત. અને ધંધાની વાત આવે ત્યારે એ જ લેકે શું કહે છે? સાહેબ! મહેનત તે કરવી જ પડે ને? પરસેવે તે પાડ જ પડે ને? શોધવા નીકળીએ તે પણ આજે જ્ઞાનની રુચિવાળા કેટલા મળે? એક પણ નહીં ને? જ્ઞાનની પણ એક મસ્તી હોય છે. જ્ઞાન એ આત્માને ગજબને ગુણ છે. ચૈત્ર માસમાં ઓળીની આરાધના કરીએ છીએ. જ્ઞાનપંચમીની આરાધના પણ કરીએ છીએ. કઈ દિવસ પિથી ખેલી નથી. કદી વાંચવાની ઈચ્છા કરી નથી. પણ જ્ઞાનપંચમીએ એના પર વાસક્ષેપ નાંખી આવે! આખું વર્ષ તમે વાસક્ષેપ નંખાવે. અને જ્ઞાનપંચમીએ એક દિવસ તમે નાખે ! બહુ બહુ તે ચાર આનાને કુલસ્કેપ કાગળ મૂકો. બસ! એટલામાં જ્ઞાનાવરણીય કર્મ ખપી ગયું?! આત્માને પ્રધાન ગુણ જ્ઞાન. જ્ઞાન એ ચૈતન્યસ્વરૂપ શક્તિ છે. વિચાર કરે કે જ્ઞાન ન હોય તે આપણી કિંમત કેટલી ? મુંબઈના કરોડપતિને દીકરાની વાત છે.