________________ 143 સુંદર આંખ, નીરોગી તેજસ્વી નેત્રે છતાં તેના ઉપર ચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયના વિવિધ કારણે-ઓછું દેખાય, ઝાંખું દેખાય. દૂરનું ન દેખાય, નજીકનું દેખાય, ચશ્મા લગાવવા પડે. મોતી, ઝમર, અંધત્વ, રતાંધળા, રાત્રે અંધ, દિવસે અંધ, જન્માંધ વગેરે. એના ઉદયે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને આંખે હેતી નથી. દર્શનાવરણ નિવારણ કારણું, અરિહાને અભિષેક રે, નમે રે નમે દર્શનદાયકને... –આ પ્રમાણે શ્રી શુભવીર મહારાજજી જણાવે છે કે આ દર્શનાવરણને ટાળવા માટે દર્શનદાયક એવા શ્રી અરિહંત ભગવંતને અભિષેકાદિથી પૂજવા જોઈએ. 2. અચક્ષુદશનાવરણીય કર્મ પરીન્દ્રિય રસનેન્દ્રિય ઘણેન્દ્રિય શ્રેન્દ્રિય અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ અટેલે=આંખને છોડી શેષ ચાર ઈન્દ્રિ-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, અને શ્રેગ્નેન્દ્રિય વડે જે પદાર્થને સામાન્ય ધર્મ પ્રતિભાસિત થાય છે તે અચક્ષુદર્શન. - (1) સ્પર્શેન્દ્રિય વડે વસ્તુ સામાન્ય રીતે ઠંડી કે ગરમ, સુંવાળી, કે ખરબચડી, ભારી કે હલકી વગેરે સ્પર્શને બંધ થાય. તેના આવરણીયકર્મ પશેન્દ્રિય અચક્ષુદર્શનાવરણયકર્મના કારણે તેટલું પણ જ્ઞાન સ્પર્શથી નથી થતું. (2) રસનેન્દ્રિય અચક્ષુદર્શન. રસના=જીભ. જીભ વડે ખારું, મીઠું, કડવું, તીખું, ગળ્યું, તૂરું વગેરે રસને સામાન્ય બોધ થાય છે. અને તેના આવરણીય રસનેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય વડે તેટલી પણ સ્વાદ-રસની ખબર ન પડે.