________________ તમે કમને બાંધે છે કે કર્મ તમને બાંધે છે? સંસારમાંથી નીકળવું હોય તે પકડીને બેસે તે ચાલે? ભગવાન પણ નહીં છોડાવે અને ગુરુ પણ નહીં છોડાવે. બચવું હોય તે જાતે જ છોડવું પડશે. તમારે હાથે જ સંસાર છેડે પડશે. નહીંતર એમાં પડેલે જીવ બહાર નીકળી શકતું નથી. આત્મા પર કર્મને લેપ જામી ગયું છે. માનવી પિતે જ પિતાના કર્મને કર્તા અને ભક્તા છે. વાલ્મિકીએ નારદને કહ્યું કે જેમને માટે પાપ કરું છું તે સૌ પાપમાં ભાગીદાર થશે. નારદે કહ્યું ન થાય. તારે જ બધાં પાપ ભેગવવાં પડશે. વાલ્મિકી કહે હું પૂછી આવું. નારદ હા ! પૂછી આવ. હું અહીં જ ઊભું છું જેમના માટે તમે પાપ કરે છે તે તમને ચેમ્પી “ના” સંભળાવે તે. શીરેપૂરી હું ખાઉં અને મારે તમે ખાઓ એમ જ ને? માલ ખાય જીભ અને માર ખાય ગાલ. પરિવર્તન માટે પત્નીને જવાબ જોઈએ? કોઈએ પત્નીને પૂછયું છે? સમજાવ્યું છે? નહીં. માટે જ આપણે જ્યાં છીએ ત્યાં છીએ. ભલે તમે ન બદલાયા પણ હવે બદલાયા વિના ચાલવાનું નથી, બદલાયા વિના છૂટકે નથી.