________________ 432 આયુષ્યના પુગલ (દળિયાં) વિના જીવ જીવી શકતું નથી. દીવાને બળવા માટે તેલ જોઈએ જ છે. તે જ પ્રમાણે જેને સંસારમાં જીવવા માટે આયુષ્યના પુદ્ગલ-દળિયાઓ જોઈએ જ. આ આયુષ્યકર્મના પગલે-દળિયા તે-દ્રવ્ય-આયુષ્ય.” અને દ્રવ્ય-આયુષ્યની સહાયથી જીવ જેટલે કાળ જીવે છે તે-કાળઆયુષ્ય. દ્રવ્ય-આયુષ્ય પૂરું થયા વિના જીવને કાળ પૂરો થત નથી અર્થાત્ કઈ મરી શકતું નથી. આયુષ્યને અંતિમ પુદ્ગલ ખલાસ થાય પછી જ જીવ મરે છે. બંધકાળે જીવે જેટલા આયુષ્યના પુદ્ગલ-પરમાણુઓ ગ્રહણ કર્યા હશે તેટલા દરેક પરમાણુઓને જીવ વિપાક-અનુભવ કરીને જ જીવ મરે છે. એક પણ પરમાણુ ક્ષય કરવાનો બાકી હોય ત્યાં સુધી જીવ જીવતે હોય છે અને સર્વ પરમાણુના ક્ષયે જ જીવ મરીને અન્ય ગતિમાં જાય છે. કાળ-આયુષ્યમાં તે સેકડે વર્ષોની પણ સ્થિતિ હોય છે. 33 સાગરોપમ વગેરે જે સ્થિતિ કહી છે તે કાળ-આયુષ્ય કહો અથવા સ્થિતિ-આયુષ્ય કહો, એક જ છે. તે કાળની સ્થિતિમાં તે ઉપક્રમ આદિ લાગતાં ફેરફાર પણ થાય. પરન્તુ દ્રવ્ય-આયુષ્યમાં તે કેઈ કાળે ફેરફાર નહીં, તે તે શેષ રહે જ નહીં; મરતા સુધી સંપૂર્ણ ભેગવે. વહેલા મર્યા પછી બાકીના આયુષ્યનું શું? પ્રશ્ન-ઘણાના મનમાં એવી પણ શંકા હોય છે કે 100 વર્ષની ઉંમર હોય અને જે ૬૦મા વર્ષે અકસ્માત થાય અને જે મરી જાય તે બાકીના 40 વર્ષના આયુષ્યનું શું? એટલે બાકીનું 40 વર્ષનું આયુષ્ય આવતે ભવે વધારે મળે કે નહીં? આવતા ભવનું આયુષ્ય જે 80 વર્ષનું બાંધ્યું હોય તે 8040 એટલે કુલ 120 વર્ષ ભેગવવા મળે કે નહીં?