________________ 219 થઈને ગપાં મારવાં, હસવું, કેઈની મશ્કરી કરવી વગેરે પ્રપંચ ઊભા કરીએ છીએ. અમેરિકા આદિ વિદેશમાં જ્યાં એકલવાયાપણાને રેગ ફેલાય છે. માણસો એકલા-અલુટા પડી ગયા હોય છે. દીકરાદીકરીઓ, ભાઈ-બહેન-પત્ની વગેરે છૂટા પડી ગયા હોય છે. છોડીને ચાલ્યા ગયા હોય છે. ત્યારે એકલવાયાપણું ગાંડપણ ઊભું કરાવે એવું હોય છે. ત્યારે કલાકના ડેલના ખર્ચે કઈ કંપની આપવા, સાથ આપવા આવે છે. શેકગ્રસ્તને હસાવવા માટે પણ કંપની આવે છે. કલાક-બે કલાક કંપની આવી હસાવી, મશ્કરી કહી, સેકસ કહી, કથાવાર્તાને વિનોદ કરાવીને ચાલ્યા જાય છે. તિર્યંચગતિમાં બિચારા પશુ પક્ષીને હસતા પણ નથી જતા. એમને એમને આનન્દ કે સુખ વ્યક્ત કરવું હોય તે શું કરે? માણસની જેમ દાંત દેખાડીને હસી નથી શકતા. પરંતુ રડી શકે છે. પરવશ દીનતામાં કેટલુંય રડવું પડે છે. બિચારા પશુ-પક્ષીઓ રડી રડીને જનમ પૂરો કરે છે. હાસ્ય તે વ્યક્ત જ નથી કરી શકતા. જ્યારે મનુષ્ય હાસ્યમાં સમય પસાર કરવા માંગતા હોય છે. હિસવાથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું– એક મુનિ મહારાજ કાજે કાઢીને પરઠવવા સંબંધી ઈરિયાવહીને કાઉસ્સગ કરી રહ્યા હતા. તે વખતે ભાવની વિશુદ્ધિઓ ચઢ્યા. ભાવવિશુદ્ધિ બહુ જ ઉત્તમ હતી...અને અવધિજ્ઞાનાવરણ વિશેષ કર્મને વિલય થતા મુનિ મહારાજ કાઉસ્સગમાં અવધિજ્ઞાન પામ્યા. અવધિજ્ઞાનથી વિના ઈન્દ્રિયની સહાયે પણ દર દર બધું પ્રત્યક્ષ દેખાવા માંડ્યું. તે વખતે સૌધર્મ દેવલેક દેખાયે. સૌધર્મેન્દ્ર પિતાની ઈન્દ્રાણને મનાવી રહ્યા હતા. ઈન્દ્રાણી જિદ લઈને બેઠા હતાં. તેઓ માનતા ન હતાં, અને સૌધર્મેન્દ્ર મહારાજા