________________ 272 ના, એવું કંઈ જ નથી. જીવ તુરંત બીજી ગતિમાં જઈને જન્મે છે. આપણે 24 કલાક કે પછી બે દિવસે સમશાનયાત્રા કાઢીએ ત્યાં સુધી તે જીવ બીજે જઈ જન્મીને 24 કલાક કે બે દિવસને થઈ પણ ગયે. કદાચ દેવ બન્યા હોય અને આવે તે પિતે જ પિતાની સ્મશાનયાત્રા પણ જોઈ શકે. જેમ અવંતિસુકમાલ મુનિ કાયોત્સર્ગ–ધ્યાનમાં હતા. શિયાળણુ અને શિયાળાએ ફાડી ખાધા. મુનિ જંગલમાં રાત્રીએ જ મૃત્યુ પામ્યા. માત્ર હાડપિંજર પડયું રહ્યું. મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવ તુરંત ત્યાં પિતાના મૃત્યુસ્થાને આવે છે અને પુષ્પવૃષ્ટિ, સુગંધી જળને છંટકાવ કરી ગુરુમહારાજને વંદન કરી પુન: દેવલેકે ચાલ્યા જાય છે. વિમતિઝforવિનામો " જાતિનિર્ણય– જાતિમાં આપણી એ સવાલ-પિરવાલ કે દશા–વીશાની ગણતરી નથી કરી. પરંતુ જાતિ પાંચ ગણવામાં આવી છે. પાંચ જાતિ પી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય જાતિ જાતિ જાતિ જાતિ જાતિ મૃત્યુ પામી જે જીવ બીજી ગતિમાં જાય છે. તે જ વખતે જન્મ પહેલાં જાતિ નક્કી થઈ જાય છે. ગતિ પ્રમાણે જાતિ અને જાતિ પ્રમાણે ગતિ પામે છે. મનુષ્ય દેવ અથવા નરકમાં જાય તે પચેન્દ્રિય થાય છે પરતુ જે તિર્યંચગતિમાં જાય તે એકેન્દ્રિય પણ બને, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિયવાળ પણ બને.