Book Title: Karm Tani Gati Nyari
Author(s): Arunvijay
Publisher: N M Vadi Gopipura Surat

View full book text
Previous | Next

Page 520
________________ 497 તે ત્યાંથી 90deg ડિગ્રીની સીધી દિશામાં હોય છે. દા. ત. વાદળા જે ભાગમાં હશે તે વરસાદનું પાણી તે ભૂમિ ઉપર જ પડશે. હવાના કારણે બીજે ફેકાય તે વાત જુદી છે. તે જ પ્રમાણે સિદ્ધક્ષેત્ર ભૂમિએ જઈએ તે સિદ્ધ પરમાત્માની સીધી કૃપા પ્રાપ્ત થાય છે. પાલીતાણાની ભૂમિએ તે “કાંકરે કાંકરે સિદ્ધયા અનંતા” કહીએ છીએ. નિશ્ચલ-અચલ-સિદ્ધ પરમાત્મા– " એક વખત મેક્ષે જઈને સ્થિર થઈ ગયા પછી, જેટલા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા હોય તેટલા જ ભાગમાં સ્થિરઅચલ રહેવાનું છે. અનન્તાકાળે પણ ત્યાંથી હલવાનું નથી. એક સ્થાનેથી જે મેક્ષે ગયા તે જ સ્થાનેથી કાળાંતરે બીજા મેક્ષે જશે, ત્રીજા, ચેથા એમ ઘણું મેક્ષે જશે. જ્યારે કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા એમ બેલીએ છીએ તે એનો અર્થ જ એ થયે કે એક એક કાંકરા જેટલી ભૂમિ ઉપરથી અનન્ત સિદ્ધ થયા છે, મોક્ષે ગયા છે. તે એક જ જગ્યાએ બધા ભેગા રહે છે.

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524