________________ 191 પ્રમાણે જે જે અરિહંત હોય છે તે તે ચક્કસ ભગવાન હોય છે. પરંતુ જે જે ભગવાન હોય તે તે અરિહંત હોય કે ન પણ હોય. અત્યારે આધુનિકકાળમાં નીકળી પડેલા કહેવાતા ભગવાને અરિહંત તે ચક્કસ નથી. માટે તે કઈ સંજોગોમાં માન્ય નથી. અરિહંત હોય એવા જ ભગવાનને નમસ્કાર થાઓ એ તર્કશુદ્ધ ભાવ આ નમુત્થણું સૂત્રમાં છે. શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા, સુલસા શ્રાવિકાની શ્રદ્ધા કેવી શુદ્ધ હતી? અદ્ભુત, અટલ અને દઇશ્રદ્ધાના બળે એ મહાન આત્માઓ તરી ગયા. સમ્યગ્દષ્ટિ હંમેશા સત્યને આગ્રહી હોય. સત્યદષ્ટિ હોય, એટલે "Right is Might-સાચું તે મારું” આવી ભાવનાવાળે હોય; "Might is Right મારું તે સાચું” એવી કદાગ્રહી બુદ્ધિવાળો ન હોય. જીવ–અજીવ–પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષાદિ નવે તને સારી રીતે માને, સમજે; તે જ પ્રમાણે પરમાત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ, સુખ-દુઃખ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સ્વર્ગ–નરક, કર્મ-કર્મબંધ-કર્મક્ષય, તેમ જ મેક્ષ દિ તો સમ્યકત્વની માન્યતામાં રહે છે, અને તેથી જ સમ્યગ્દષ્ટિ આસ્તિક હોય છે. સમ્યગદષ્ટિ વૈમાનિકાદિ સુંદર સદ્ગતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં સમ્યકત્વના વિભિન્ન પ્રકાર તથા તેના લક્ષણાદિ 67 બેલ જે બતાવેલા છે તે સમજવા, જાણવા. સર્વ જી સમ્યકત્વ પામે, સવે સમ્યગદષ્ટિ બને એ જ શુભ અભિલાષા સાથે સર્વ મંગલ.