________________ ૩પ૧ (4) ઐશ્વર્ય (દ્ધિ-સિદ્ધિ) મદ– - દશાર્ણ નગરીને રાજા દશાર્ણભદ્ર ભગવાન મહાવીર પ્રભુને વંદન કરવા નીકળે. દશાર્ણ ભદ્રને મનમાં થયું, “અરે! આ જ સુધી કેઈએ પણ ન કરી હોય તેવી ત્રાદ્ધિ-સિદ્ધિ સાથે અદ્ભુત ઐશ્વર્ય સાથે હું પ્રભુના દર્શન કરવા જાઉં.” એટલે 18 હજાર હાથી, 24 લાખ ઘેડા, 21 હજાર રથ, 91 કરોડ પૈદલ સૈન્ય, 16 હજાર દવાઓના મોટા રાજશાહી આડંબર સહિત પ્રભુના દર્શને નીકળે. પરંતુ સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાનથી આ હકીકતની ખબર પડી. એટલે ઈન્દ્રમહારાજા પણ દશાર્ણભદ્રને મદ ઉતારવા ડબલ ઋદ્ધિ-સિદ્ધિ વિકૂવને તે પણ પ્રભુના દર્શને આવ્યા. બન્ને સમવસરણ પાસે આવ્યા. ખરેખર! ઈન્દ્રની ઋદ્ધિ-સિદ્ધિ જોઈને દશાર્ણભદ્રનું અભિમાન ઊતરી ગયું. અને તેથી રાજાએ વિચાર કર્યો કે આવી રીતે ઋદ્ધિ-ઐશ્વર્ય વિકૂવીને તે હું ઈન્દ્રને હરાવી શકું તેમ નથી. તે એના કરતાં તે આ બધી ઋદ્ધિ-સિદ્ધિ ઐશ્વર્ય ત્યાગ કરીને દીક્ષા લઈને સાચા સંયમના ભાવથી જ ભગવાનને વંદન કરું તે કેટલું સારું. અને દશાર્ણભદ્ર રાજાએ તેમ જ કર્યું. પ્રભુ પાસે દીક્ષા લીધી, ઓઘો હાથમાં લઈ સાચા ભાવથી ભગવંતને વંદન કર્યા. આ જોઈને ઇન્દ્ર આશ્ચર્યમાં પડ્યો. અને નૂતન મુનિ એવા દશાર્ણભદ્રને વંદન-નમન કરી કહ્યું “હે મુનિ! ખરેખર તે તમે જ જીત્યા છે, હું હાર્યો છું. સાચાં દર્શન-વંદન તે આ બધું ત્યાગ