________________ 372 જ્યારે બાંધતી વખતે ખૂબ રાજી થઈને હસતા હસતા બાંધ્યાં હતાં તે પછી હવે શા માટે રડે છે? હવે પણ હસતા હસતા જ એ કમેના વિપાકને સહન કર... હસતા મોઢે જ દુઃખને પણ સહન કરીને ખાવ...હવે સાવ દીન શા માટે બન્યું છે. હે. જીવ ! રાજી થા...સારું માન. બહુ સારું થયું કે આ કર્મ ઉદયમાં આવી ગયું છે. અને હવે આનંદથી ભેગવી લે.. બસ, હવે ખપી જશે. માટે જ્ઞાનીઓ કહે છે“સુખમાં લીન ન થાઓ..અને દુ:ખમાં દીન ન થાઓ . જેવું અશાતા છે, એવું જ શાતા પણ છે. અશાતામાં જીવ રડે છે, દીન બને છે. જયારે સુખ-શાતા ભેગવવામાં જીવ લીન બની જાય છે, મસ્ત બની જાય છે. ભેગે અને સુખ ભેગવવામાં આસક્ત બની જાય છે, લીન બની જાય છે તે પણ ફરીથી કર્મ બાંધશે. ભાગ્યશાલીઓ ! મળેલી સુખ-સાધન સામગ્રીને સારા ધર્મમાગે વાપરે તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકાશે, નહી તે એમ ન માનતા કે “પુણ્ય પાપ નહીં બંધાવે.” એવું કંઈ જ નથી. આ તે બેધારી તલવાર જેવું છે. ચલાવતાં આવડી તે ઠીક, નહીં તે પિતાને જ નાશ. વીરપ્રભુના કાનમાં ખીલા ઠેકાયા “શ પ્રતિ શારશે Tit for Tatના નિયમ જેવો કમને નિયમ છે. કમની ચાલ એવી જ છે, માટે જ “કર્મ તણું ગતિ ન્યારી...” કહેવાયું છે. અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલિકાના કાનમાં જે તપતું ગરમ-ગરમ સીસુ રેડાવ્યું હતું તે પાપકાર્યમાં બાંધેલ તીવ્ર અશાતા વેદનીયકર્મ 20 મા ભવે ઉદયમાં આવ્યું....અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા,