________________ 255 પૂજામાં આપી દીધું, પરંતુ ઘરે આવતાં સાસુ લડ્યાં. ખૂબ બેલ્યાં...અને એટલે સુધી કહ્યું કે–“અરે!...મારું માટલું પણ આપી દીધું, તે આપવું હતું ને તારું માથું ?" એમ કહી મારીને બ્રાહ્મણી સાસુએ ઘરમાંથી કાઢી મૂકી. વહુ ઘરમાંથી નીકળીને કુંભારના ઘરે આવી....૨ડતા અવાજે કહ્યું - કુંભારભાઈ! આ મારી બંગડી લઈને પણ મને એક માટલું આપે..' કુંભાર પણ ભાવ સમજી ગયે–રાજી થયે. હકીકત જાણતાં આનંદ થયે. વાહ ભગવાનની ભક્તિને ભાવ કેટલે સારે છે. “લે બેન, એમને એમ માટલું લઈ જાઓ..” આપી દીધું. અને વહુ ફરી જળપૂજા કરતી રહી કુંભાર અનુમોદના કરતો રહ્યો અને સાસુ ઈર્ષ્યા-દ્વેષથી કલહ કરતી રહી . અને બધા મૃત્યુ પામી . કુંભકાર રાજા બન્યા. સમશ્રી વહુ તેની પુત્રી રાજકુમારી કુંભશ્રી નામે બની. ખૂબ સુખ-અપાર સંપત્તિ પામ્યા. પરંતુ સાસુ મરીને, એક સ્ત્રી બન્યાં. ડોસી તરીકે પંકાયાં. પરંતુ બાલવાના પાપે માથા ઉપર મોટી રળી થઈ જાણે માથે માટલું ન હોય..! જેવાં કર્મ બાંધીએ છીએ એવાં ફળ ભેગવવાં પડે છે. અઘાતી કર્મ: કર્મો બે પ્રકારના હોય છે. કમ ઘાતી અઘાતી જ્ઞા. દ. મા. અંતરાય નામ ગેત્ર વેદ. આય.