________________ 475 માટે ત્યાગ કરીને આગારવાસને તિલાંજલી આપી અણુગાર બનવાનું છે. અર્થાત્ ઘર-બાર વગરના સાધક એવા સાધુ બનવાનું છે. છ કાયના આરંભ-સમારંભ પાપપ્રવૃત્તિને ત્યાગ કરીને પંચમહાવ્રતને યાવાજજીવ પાલન કરનારા શ્રમણ બનવાનું છે. ' ' સાધુ મુનિરાજ * - * - છઠ્ઠા ગુણસ્થાનના માલિક : સાતમાં ગુણસ્થાનના માલિક પ્રમત્ત સંયંત સાધુ અપ્રમત્ત સંયત સાધુ - પ્રત્યાખ્યાની ચારેય કષાયે જવાથી અર્થાત્ કષાય ચારિત્રમેહનીયની આટલી પ્રકૃતિ ખલાસ થવાથી જીવ છઠું ગુણસ્થાને આવીને સાધુ બન્યા. હવે સંજવલન કષાય તે પડ્યા છે, પણ સંજવલન કષાની સ્થિતિ કેટલી?–૧૫ દિવસ માત્રની અને તે પણ પાણીમાં લાકડી ફેરવતાં જેમ પાછળ ફરીથી પાણું ભેગું થઈ જાય તેમ. કષા બહુ પાતળા છે. હા, જરૂર છે તે ખરા, છઠ્ઠ સાધુ મહાત્મા પ્રમાદયુક્ત છે. હજી પણ અતિચારે લાગવાની. સંભાવના ઘણી છે. એટલે તેમને પાપની આલોચનાથે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું રહે છે. જરૂર અહીંયા હાસ્યાદિ નેકષાનું અસ્તિત્વ હોવાથી આધ્યાનની સ્થિતિ રહે છે. ધર્મધ્યાન જરૂર છે, પણ હજી આર્તધ્યાન પણ સાવ ગયું નથી. દી ઓળવા નથી; પણ ઝાંખો પડ્યો છે, ધીમે છે, ઠંડે છે. વર્તમાનકાલીન અમે સાધુઓ મોટાભાગે વધુ પડતે કાળ આ છઠ્ઠા ગુણસ્થાને કાઢીએ છીએ. - જરૂર, સંસાર છોડીને આવ્યા છીએ; પણ કદાચ સંસારના સંબંધ, સંસારને મેહ સતાવતે પણ હોય તે, કેને ખબર ? છેવટે, શ્રાવક કે સાધુ બને છીએ તે એક નિશાળના વિદ્યાર્થીને ફરક માત્ર આટલે જ છે કે-શ્રાવક પાંચમા ધોરણમાં છે અને