________________ 401 નવકાર સાંભળવાનું નથી ગમતું. પરંતુ ભાગ્યશાલી ! એ વિચાર પણ શા માટે કરે છે? જે કદાચ આયુષ્ય પૂરું થવાનું જ હશે તે કઈ અટકાવી શકવાનું નથી અને જે પૂરું થવાનું હશે તે તે...સારું ને કે નવકાર સાંભળતા ગયા... છેલ્લે છેલ્લે પણ જે પરિણામ કે મતિ સારી થઈ અને જો આયુષ્યને બંધ તે જ વખતે પડવાને હોય તે તે. ગતિ સુધરી જશે. માટે વિચાર કરે કે બહુ સારું થયું...મારી આટલી પુણ્યાઈ તે છે કે છેલ્લી ઘડીએ પણ કેઈ નવકાર સંભળાવનાર મળ્યા...અને કદાચ આયુષ્ય પૂરું નહીં થયું હોય તે... મહામંત્રના પ્રભાવે રોગમાંદગીમાંથી સાજો પણ થઈ જાય...મતના મેઢામાંથી પાછો પણ આવી જાય... પરંતુ કર્મશાસ્ત્રકાર એમ પણ કહે છે કે છેલ્લી ઘડીએ કંઈ નવકાર સાંભળવાથી જ બધાની ગતિ સુધરી જ જાય એવું પણ નથી...નવકાર સાંભળવાથી જ જે ગતિ સુધરી જતી હોય તે તે ઘણું સારું. તે તે પછી આજના જમાનામાં લેકે નવકાર ટેપ કરીને મરણ પથારીએ પાસે જ રાખી મૂકે. અથવા સંભળાવનારને નક્કી કરી રાખે...અરે ! છેલ્લે ભાડે પણ બોલાવે... એટલે એમ સાંભળવાથી જ ગતિ નથી સુધરી જતી.. આખી જિન્દગી કદાચ પાપ જ કર્યા હોય, જ કર્યું હોય...ઘણાને દુઃખ આપ્યું હોય, ઘણુને હેરાન કર્યા હોય ચેરીજૂઠ-હિંસા-દુરાચાર-વગેરે બધાં પાપ કરીને બધી રીતે પૂરા હે...અને એવા પાપના અધ્યવસાયમાં જે આયુષ્યકર્મ બંધાઈ ગયું હશે. તે તે પછી હવે નવકાર સાંભળી પણ શું કામ? કંઈ અર્થ નહીં સરે. પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય અને છેલ્લી ઘડીએ જે આયુષ્ય બાંધવાનું હોય તે તે ફાયદે થાય; અન્યથા કંઈ નહીં.