________________ 490 શુકલધ્યાનના બે પાયા વટાવીને ત્રીજા પાયે ચઢતે જીવ ચારે ઘનઘાતી કર્મોને ક્ષય કરીને આત્માના મૂળભૂત ગુણ જ્ઞાનદર્શનાદિને સંપૂર્ણ પણે અનંતના રૂપમાં ક્ષાયિકભાવે સર્વ પ્રાપ્ત કરે છે. આ તેરમું ગુણસ્થાન સગી કેવલીના નામે ઓળખાય છે. અહીંયા પહોંચી આત્મા સર્વજ્ઞ કેવલી બને છે. કાલેકવ્યાપી જ્ઞાનવાન બને છે. કેવલીને કલેકના સર્વ પદાર્થો પ્રત્યક્ષ દષ્ટિ ગેચર થાય છે. અને જે તીર્થકર નામકર્મ બાંધેલ હોય તે આ ગુણસ્થાને તીર્થકર બને છે, ધર્મ તીર્થની સ્થાપના કરે છે, સમવસરણમાં દેશના આપે છે. આ તેરમા ગુણસ્થાને સર્વજ્ઞ ભગવાન આઠ વર્ષ ઓછા એવા પૂર્વ કેડ વર્ષ સુધી અહીંયા રહી શકે છે વિહાર કરે...દેશના આપે વગેરે કરે. કેવલજ્ઞાન પામ્યા એટલે મેક્ષ અવશ્ય. ચાર ઘાતકર્મો ખપ્પા એટલે બીજા ચાર અઘાતી તે અવશ્ય ખપવાનાં જ છે. 14 મું અાગી કેવલી ગુણસ્થાન– સમુદઘાતાદિ જે કરવાનું હોય તે પતાવીને હવે કેવલી ગનિષેધ કરે છે. શુકલધ્યાનના આગળના ચરણે ચઢે છે. અને અંતે શુકલધ્યાનના ચેથા ચરણે આરૂઢ થઈને મનવચન-કાયાગને નિરોધ કરીને, રેકીને અંતિમ ક્ષણે પાંચ હસ્તાક્ષર અર્થાત્ અ, ઈ, ઉ, 4, લૂ આ પાંચ અક્ષરે ઝડપથી બોલીએ તેટલા કાળમાં તે દેહ છોડીને એક જ સમયમાં મેક્ષમાં ચાલ્યા જાય છે. નર્મક્ષ મોક્ષઃ " બાકી રહેલા ચાર અઘાતીક નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મને સંપૂર્ણ ક્ષય કરીને સદાના માટે મેક્ષમાં બિરાજમાન થઈ જાય છે. એમ 4 ઘાતી + 4 અઘાતી એમ કુલ્લે આઠ કર્મોને સંપૂર્ણ ક્ષય એટલે “કૃત્ન શબ્દ વાપર્યો છે. કૃત્ન” કહે કે “સવ કહે એક જ છે. અર્થાત્ સર્વકર્મોને સંપૂર્ણપણે