________________ જેમ અનંતજ્ઞાન આત્માને ગુણ છે તે જ પ્રમાણે અનંત દર્શન પણ આત્માને ગુણ છે. જ્ઞાનગુણથી જણાય છે. જ્યારે દર્શનગુણથી જોવાય છે. જાણવું (જ્ઞાન) અને જેવું (દર્શન) આ બંને આત્માના જ ગુણે છે. જડમાં આ સંભવ જ નથી. ચૈતન્ય શક્તિ—ચિતન્ય શક્તિવાળે ચેતન-એટલે આત્મા. આ ચેતનાશક્તિ-જ્ઞાન-દર્શનાત્મક જ હોય છે. " ચેતના જ્ઞાન - દર્શનાત્મક સામાન્ય જ્ઞાન, અથવા નિરાકાર જ્ઞાન તે જ દર્શન છે. અને એ જ જ્યારે વિશેષ બને છે, સાકાર બને છે ત્યારે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનદર્શનાત્મક આત્માને ઉપગ હોય છે. જેવાની ગજબ શક્તિ યુરીગેલર નામની વ્યક્તિએ વૈજ્ઞાનિકોની હાજરીમાં 15 ફૂટ દૂર પડેલું ટેબલ હાથ ન લગાડતાં ખસેડી દીધું બીજી વખત–સ્ટીલના ચમચાને દૂરથી જોઈને જ તેડી નાંખે. ફરી એકવાર–મજબૂત ચાવીને પણ નજરથી જોવા માત્રથી વાળી નાંખી. યુરીગેલરની આંખમાં કોઈ જાદુ નથી–તે એવી તે કઈ શક્તિ છે કે જેવા માત્રથી વસ્તુને ખસેડી શકે છે, તેડી શકે છે... પૂર્વે ત્રાકમુદ્રાના પ્રાગેથી આશ્ચર્યજનક પરિણામે આવેલાના પ્રસંગે સાંભળ્યા છે. શું પરમાત્માના દર્શન વખતે આવી એકાગ્રતા આવે છે ખરી?