________________ 39 આજે પહેલા તબક્ક આટલું પણ જે શીખીએ તે ય ઘણું પર્યાપ્ત છે; બાકી સમાધિનું સ્વરૂપ તે ઘણું મોટું છે. ચથા મતિઃ તથા અતિ: આજે તે અંત સમયે નવકાર મહામંત્ર આપવામાં આવે તે પણ ઘણુને નથી ગમતું.. ભાગ્યશાલી...! ખરી રીતે તે અંત સમયે તમારે જાતે જ નવકાર મંત્રનું સતત સ્મરણ કરવું જોઈએ. સર્વ જી સાથે ક્ષમાપના કરવી જોઈએ. પાપનું “મિચ્છા મિ દુક્કડં” આપવું જોઈએ.. અને પરમાત્માના સ્મરણ સાથે ધર્મધ્યાનમાં રહેવું જોઈએ. કારણ કે–ચથા મતિઃ તથા ગતિઃ ”—છેલ્લે જેવી મતિ હશે તેવી ગતિ થશે” એવું પ્રધાન પણે કહેવાય છે. મતિ એટલે બુદ્ધિ કહે, પરિણતિ કહો... અને આપણી ભાષામાં અંતિમ ઈચ્છા કહે કે ભાવને કહે, એના ઉપર ગતિ મળવાને માટે આધાર છે. જે મતિ ખરાબ હશે. ભાવના ખરાબ હશે અને આયુષ્યને બંધ એ વખતે પડે તે...જીવની ગતિ બગડી જાય છે. ક્યાંથી ક્યાં ફેંકાઈ જઈએ છીએ....શું હતા અને શું બની જઈએ છીએ. એક સાધ્વીજી મરીને ગરોળી થયા એક શ્રાવિકાએ દીક્ષા લીધીદીક્ષા લેતી વખતે ઘરમાંથી 4 મૂલ્યવાન કિંમતી રત્ને સાથે લઈ લીધાં... અને અવસર મળતાં એક લાકડાની પહોળી ડાંડી કે પાટલીમાં સંતાડી દીધાં. કોઈને પણ ખબર ન પડે કેઈ જોઈ ન જાય તે રીતે જ જોઈ લેતા. પૂરેપૂરું ધ્યાન રાખતા....એમ ને એમ વર્ષો વીતી ગયાં, સાધ્વીજીને મહદશા ભારે... મૂછ વધતી જ ગઈ અને આવા મેહ-મમત્વ અને રાગ-મૂછમાં આયુષ્ય બંધાઈ ગયું. અને સાધ્વીજી આયુષ્ય પૂરું થતાં મરીને ગરોળી થયાં. એ જ ઉપાશ્રયમાં ગળી થઈને ફરવા માંડ્યાં. ગયા જનમની મૂછના કારણે વારંવાર આવીને એ પાટલી ઉપર બેસે. બીજા સાધ્વીજી