________________ 13. બુદ્ધાધિતસિદ્ધ–ગુરુના ઉપદેશથી બોધ પામીને મેક્ષે જાય તે ગૌતમસ્વામી વિગેરે 14. એક સિદ્ધ–એક સમયે એક મેક્ષે જાય તે મહાવીરસ્વામી ભગવાન. 15. અનેક સિદ્ધ–એક સમયે વધારે મેક્ષે જાય તે અષભદેવ પ્રભુ. મેક્ષનું સુખ મેક્ષમાં જ્યાં જન્મ-મરણ, દુઃખ-દારિદ્રય દેહ વગેરે કંઈ જ નથી, આત્મા અનંતજ્ઞાન દર્શનમાં જ મસ્ત છે. ત્યાં તે દુઃખની વાત જ ક્યાંથી હોય? અનંત સુખ, અવ્યાબાધ સુખ હોય છે. સચ્ચિદાનંદ સ્વરૂપમાં, આનંદઘન, ચિદાનંદસ્વરૂપી આત્મા હેય છે. નિરંજન નિરાકાર સિદ્ધાત્માનું સુખ અનંત સ્વરૂપે છે. અઈમુત્તામુનિ, ભરત મહારાજા, મરુદેવામાતા, ઈલાચીકુમાર, બાહુબલીજી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે અનંત આત્માઓ ક્ષે ગયા છે. શરીર છોડીને મોક્ષે જતી વખતે શરીરની જે અવસ્થા હેય અર્થાત્ જે આસનમાં સ્થિર હોય તે જ અંતિમ આસન પ્રમાણે મૂર્તિ બને છે. દા. ત. જે પદ્માસનમાં દેહ છોડીને મેક્ષે જાય તે પદ્માસનાકારની પ્રભુની મૂર્તિ બને છે. અને જિનમુદ્રામાં ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં મોક્ષે જાય તે પ્રભુની ઊભી કાર્યોત્સર્ગવાળી જિનમુદ્રાની મૂર્તિ બનાવવામાં આવે છે. એથી દયાનાદિમાં એ અવસ્થા અને એ ભાવ આવે. મેક્ષે ગયેલા મુક્તાત્માને નમસ્કાર भवबीजांकुरजनक-रागादयो क्षयमुपागता यस्य / ब्रह्मा वा विष्णु र्वा हरो वा जिनो वा नमस्तस्मै // –ભવરૂપ બીજના અંકુરાઓના જનક એવા રાગ-દ્વેષ જેમને ક્ષય થઈ ગયા છે, તે પછી બ્રહ્મા હેય, વિષ્ણુ હોય, મહાદેવ હય, અથવા શ્રી જિનભગવાન હોય તેમને મારા નમસ્કાર થાઓ.