________________ 279 પરમાણુઓ જગતમાં એટલા જ હતા જેટલા વડે તમે શરીર બનાવ્યું છે. અગર જે વધારે હેત તે તે આપના જેવું અદ્ભુત રૂપયુક્ત શરીર બીજા પણ બનાવત. પરંતુ આપના જેવું અદ્વિતીય અનુપમ શરીર પૃથ્વી ઉપર બીજા કેઈનું નથી. શરીર ધારણ કરી આત્મા શરીરને વિકાસ-વિસ્તાર કરે છે. સાડા નવ માસ માતાના ઉદરમાં ગર્ભપણે ઊંધા માથે લટકી રહેવું પડે છે. જીવ ગર્ભમાં પ્રથમ ક્ષણથી જ જીવંત સજીવ હોય છે. ઘણું નથી પણ માનતા. કેઈ કહે છે ત્રીજા મહિને જીવ આવે છે, અને કેઈ કહે છે પાંચમા મહિને જીવ આવે છે. વિજ્ઞાન પણ પિતાને સિદ્ધાન્ત બદલતું બદલતું આજે એ મત ઉપર આવ્યું છે કે જીવ 36 મા દિવસે સંભવી શકે છે. પરંતુ જીવ તે પ્રથમ ક્ષણથી જ હેય છે. જીવ જ આગળ વિકાસ સાધે છે, શરીરાદિની રચના કરે છે. જીવ ન હોય તે આગળ કંઈ જ ન થાય. માટે ગર્ભહત્યા એ મહાપાપ છે. ગર્ભમાં પણ જીવ છે જ. અને કાયા વિસ્તારે છે. નવ માસે તે પરિપૂર્ણ સર્વાગ સંપૂર્ણ શરીરની રચના સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. ગર્ભમાંથી જન્મ્યા પછી તે માત્ર હવે શરીરને ક્રમે ક્રમે કાળાનુસાર વિકાસ જ થવાનું છે. હવે નવી રચના કંઈ જ ન થાય. જે રચના-નવનિર્માણ થવાનું હતું તે તે બધું ગર્ભમાં થઈ ગયું, હવે કંઈ જ ન થાય. બસ, કાળ પ્રમાણે બાળક વધવાને, માટે થવાને.